________________
ટિમ લિકિનવૉટરની વરસગાંઠ ૨૧૫ - દાયણે આવી મોટેથી બૂમો ન પાડવા અને શાંતિ રાખવા તેને કહ્યું, પણ મિ0 કેનવિચ્છે તેને જ ચૂપ “મરવા” ફરમાવી દીધું. દાયણે તેને પૂછ્યું, “તમારું નવું જન્મેલું બાળક આ બૂમાબૂમથી છળી ઊઠશે, તેની પણ તમને ફિકર છે કે કેમ?” ત્યારે કૅનવિઝે તેને જણાવ્યું, “તે મરી જાય તો પણ પોતાને કશો વાંધો નથી; કારણ તેને હવે કશો વારસો મળવાની આશા નથી; તો પછી તેણે જીવીને શું કરવું છે? આ બીજાં છોકરાં પણ ભલે સરકારી ગરીબ-ઘરમાં વેળાસર પહોંચી જાય!” - ત્યાર પછી મિ૦ કૅનવિ, પોતાને ઘેર વારંવાર આવી તે ખચ્ચર પોતાના ઘરની સારી સારી વાનીઓ કેવી રીતે કાયમ ખાયા કરતો, તથા પોતે તેનું કેટલું આદરમાન અત્યાર સુધી કર્યા કર્યું હતું, તેની વિગતો કરુણતાપૂર્વક સૌને સંભળાવવા માંડી.
૪૨ ટિમ લિંકિનવોટરની વરસગાંઠ નિકોલસે હવે બે અઠવાડિયાં સુધી, પોતાના ખાલી સમયમાં, સવાર-સાંજ તનથી અને મનથી કોશિશ કરીને હિસાબો લખવાનું શીખી લીધું. તે અર્થે તે હિસાબ-કિતાબ રાખવાની પદ્ધતિઓ તથા તે લખવાની રીતો શીખવાની જેટલી સાધનસામગ્રી મળે, તે લઈ આવ્યો હતો.
બરાબર એક પખવાડિયું થયું એટલે નિકોલસે મિ૦ લિકિનવૉટર પાસે જઈને પોતાને તેમની પાસેનું મહત્ત્વનું ચોપડા લખવાનું કામ સોંપવાની માગણી કરી.
ટિમ લિકિનવૉટરે નિકોલસ ઉપર ખુશ થઈ, પોતાના એ કામમાં ‘ભાગ” આપવાનું તેને પહેલાં વરદાન આપી દીધું હતું અને નિકોલસે પોતે હવે આત્મવિશ્વાસથી એ કામ માગ્યું, એટલે જરા