________________
નિકોલસ નિકલ્બી
નિકોલસે શરૂઆત મિસ પેટોકરના નામથી કરી. મિ∞ કૅનવિચ્છે મિસ પેટોકર લંડન છોડી ગ્રામપ્રદેશમાં નિકોલસને મળી હોય, તે બદલ નવાઈ બતાવી; પણ મિસ પેટોકર ગ્રામપ્રદેશમાં ગઈ તેથી કંઈ તેમને પોતાને કશી હીણપત લાગવાની શકયતા ન દેખાઈ, એટલે તે સમાચાર તેમણે ઉદારભાવે સ્વીકારી લીધા.
૨૧૪
પછી નિકોલસે ઉમેર્યું કે, મિ∞ લિલીવીક પણ તે તરફ, એટલે કે પોસ્મથ મુકામે જ છે, અને તેમણે પણ મિસ પેટોકર સાથે કૅનવિગ્ઝ કુટુંબને શુભેચ્છાપૂર્વક યાદ કર્યું છે.
મિ૦ કૅનવિઝે તરત પોતાનાં બધાં છોકરાંને તથા બધા મુલાકાતીઓને સંબોધીને મિ૦ લિલીવીકના તેમના કુટુંબ સાથેના સંબંધની વાત તથા તેમણે પાઠવેલી શુભેચ્છાની વાત ગર્વપૂર્વક ફરીથી કહી બતાવી.
નિકોલસે હવે ઉમેર્યું કે, મિ∞ લિલીવીકે જણાવ્યું છે કે, કૅનવિગ્ઝ કુટુંબને લખીને સમાચાર આપવાનો વખત તેમને ન રહ્યો, પણ તેમણે મિસ પેટોકર સાથે શુભલગ્ન કરી લીધાં છે, અને કુટુંબને એ શુભ સમાચાર જણાવવાનું માન પોતાને–નિકોલસને અપ્યું છે.
પણ, સત્યાનાશ! મિન્ટ કૅનવિગ્ન એ સમાચાર સાંભળી એકદમ તો ખુરશી ઉપરથી ઊભા થઈ ગયા અને તેમની આંખો ફાટી ગઈ. પછી તેમણે બીજા નંબરની છોકરીની પૂંછડી જેવી વેણી પકડીને પોતાની પાસે ખેંચી અને ખીસામાંથી રૂમાલ કાઢી પોતાનું માં ઢાંકી દીધું. મોટી દીકરી મૉલિના લાકડાની પેઠે જડસડ થઈને નાની બેબીની ખુરશીમાં ફસડાઈ પડી, — પોતાની ‘ખાનદાન’ માને આવેશથી બેભાન બનીને જે રીતે પડતાં જોતી આવી હતી, બરાબર તેમ જ.
મિ૦ કૅનવિગ્ઝ હવે મોટેથી પોકારી ઊઠયા, “મારાં છોકરાં સામે દગાબાજી આચરવામાં આવી છે; તેમને તેમના વારસામાંથી — ‘કીમતી’ વારસાથી વંચિત કરવામાં આવ્યાં છે; દગાબાજ! ખચ્ચર! તેને આમ પરણવાનો કશો અધિકાર ન હતો. ”
""