________________
ભાઈ તેવી બહેન
૩૪૯ ભાઈ, હું તમને એ કહેવા આવી છું કે, તમને ઘેર પાછા આવેલા જોઈ મને બહુ આનંદ થયો છે. તમે પાછા આવો તે માટે ઉં હું, મમ્મા અને મેડલીન કેટલાં બધાં આતુર થઈ ગયાં હતાં!”
“હું પણ પાછો આવી તમને બધાને મળવા ઘણો જ આતુર રહેતો હતો. પણ ઠીક, મેડલીનની તબિયત હવે કેમ છે? હું ગેરહાજર હતો તે દરમ્યાન શેઠ-ભાઈઓએ તેને અહીંથી લઈ જવા માટે શી ગોઠવણો વિચારી છે?”
બસ કરો ભાઈ, એ વાત ના કાઢશો. તેને અહીંથી લઈ જાય, એ વસ્તુ મારાથી સહન જ થશે નહિ; અને તમે પણ એ વસ્તુ નહીં જ ઈચ્છતા હો.”
“હું નથી જ ઇચ્છતો, બહેનબીજા આગળ તો મારા મનના ભાવ છુપાવું; પણ તારી આગળ નહીં છુપાવું. હું કબૂલ કરી દઉં છું કે, તેને હું જાણું છું.”
એ સાંભળી કેટની આંખોમાં ચમક આવી ગઈ, અને તે કંઈ બોલે તે પહેલાં જ નિકોલસે તેના હાથ ઉપર હાથ મૂકીને કહ્યું,
આ વાત તું જ જાણે; બીજું કોઈ નહિ. અને તે તો નહીં
જ!”
“ભાઈ, એ તો ”
“નહીં નહીં, એટલું જ નહિ, પણ હી નહીં. હું જાણું છું કે, કદી નહીં' એ બહુ લાંબી મુદત છે. છતાં હું એવી આશા રાખી રહ્યો છું કે, કોઈક દિવસ એવો આવશે, જ્યારે હું તેને મોંએ પ્રમાણિકપણે એ વાત કબૂલ કરી દઈશ. પરંતુ એ દિવસ નજીકના ભવિષ્યમાં તો નહિ જ આવે, અને આવશે ત્યારે હું કદાચ ઘરડો થઈ ગયો હોઈશ, અને આવા જુવાનીના રોમાંચક ભાવો મારામાંથી જીર્ણ થઈ ખરી ગયા હશે. જોકે તેને માટેનો મારો પ્રેમભાવ ત્યારે પણ જીર્ણ થઈ ગયો હશે એમ હું નથી માનતો. મારી બધી બાબતમાં મારા શેઠ-માલિકોએ જે ઉદારભાવ બતાવ્યો છે, તે અનુભવ્યા પછી,