________________
નિકોલસ નોકરીએ જાય છે નોકરી અપાવી હતી, તથા તે નોકરીમાંથી જતે દહાડે કેવી ઉજજવળ કારકિર્દી તેને પ્રાપ્ત થઈ શકે તેમ હતું, તેનું હસભેર વર્ણન કરી બતાવ્યું.
પણ આ શું? તે સાંભળી ન્યૂમેને તો કંઈ વિચિત્ર ચાળા કરવા માંડયા અને પછી તરત પોતાની આંગળીઓના સાંધાના એકેએકે ટચાકાઓ એવા મથી ફોડવા માંડયા કે, નિકોલસને આંગળીઓમાં આટલા બધા સાંધા હોય છે, એની પહેલી વાર જ ખબર પડી.
તમને કંઈ બીમારી છે? કશી તકલીફ થાય છે?” નિકોલસે તેની વિચિત્ર સ્થિતિ જોઈને સહાનુભૂતિપૂર્વક પૂછયું. અને પછી તેને કંઈક પીધેલો માની, ત્યાંથી ચાલતી પકડવામાં જ સલામતી માની.
નિકેલસ નેકરીએ જાય છે
ટૂંકમાં પડેલાં આંસુ જો એ ટૂંકના માલિકનું સંકટો અને વિપત્તિઓથી રક્ષણ કરનાર જાદુ-મંતર બની જતાં હોય, તો નિકોલસની ટૂંક તૈયાર કરતી વખતે તેની બહેન અને માએ પાડેલાં વિદાયનાં આંસુથી નિકોલસનું જીવન તમામ વિપત્તિઓથી તદ્દન સુરક્ષિત બની જાય!
મોડી રાતે સૂવા ગયા પછી નિકોલસને અમીર-ઉમરાવના છોકરાઓની દોસ્તી અને તેનાં પરિણામોનાં ઉજજવળ સ્વપ્નો જ આવ્યા કર્યા. પણ વહેલી સવારે મા-બહેન ઊઠે તે પહેલાં જ ગુપચુપ ચાલ્યા જવાનું તેણે વિચારી રાખ્યું હોવાથી, છ વાગતાંમાં તો તે ઊઠી ગયો; અને પેન્સિલથી એક કાગળ ઉપર થોડી લીટીઓ ઘસડી કાઢીને, તે જ કાગળમાં પોતાની પાસેની ટૂંકી મૂડીમાંથી અર્ધઅર્ધ કાઢી,