________________
| નિકોલસ નિકબી તેને કહેજે કે, હું ઘેર પાછો ફરું ત્યાં સુધી મારી રાહ જુએ; ચાલ્યો ન જાય.” : “જરૂર, જરૂર.”
ગોલ્ડન સ્કવેર પહોંચી નિકોલસે પેલા કાગળો ન્યૂમેનને આપ્યા, ત્યારે તેણે તરત તેની સામે જોઈને પૂછ્યું -“છે?”
મારા કાકાએ આ કાગળો મોકલ્યા છે, અને તે પાછા ફરે ત્યાં સુધી તમે રાહ જોશો, એવું પણ કહેવરાવ્યું છે.”
“કાકા?” “મિ0 રાફ નિસ્બી,” નિકોલસે ખુલાસો કર્યો. “અંદર આવો,” ન્યૂમેને કહ્યું.
બીજો એક શબ્દ બોલ્યા વિના નૉઝ નિકોલસને અંદર દોરી ગયો અને તેને એક ખુરશીમાં બેસાડી, પોતે પોતાના ઊંચા સ્કૂલ ઉપર બેસી, અદબ વાળી તેનું નિરીક્ષણ કરવા લાગ્યો.
“તમારે કંઈ કહેવાનું છે? હું હવે તેમને ભાગ્યે ભેગો થાઉં,” નૉઝની વિચિત્ર વર્તણૂક જોઈ ટૂંકું વેતરતાં નિકોલસે કહ્યું.
જવાબમાં ન્યૂમૅને ઢીંચણ ઉપર હાથ મૂકી, વધુ નમી, નિકોલસના મનું ચૂપકીભેર વધુ નજીકથી નિરીક્ષણ કરવા માંડ્યું.
આથી વળી મૂંઝાઈને, નિકોલસે જવાની રજા માગી.
ન્યૂમૅન નૉઝે એક લાંબો નિસાસો નાખી, મોટેથી પૂછ્યું કે, “તમારા કાકા તમારે માટે શું કરવા માગે છે, તે કહેશો?”
ન્યૂમૅન નૉઝ આમ આખું વાક્ય બોલ્યો! કોણ જાણે કેવી રીતે તે બોલી શક્યો હતો, તે તો તે પોતે પણ કહી ન શકે. તાજેતરમાં તેને મોંએ આખું વાકય કોઈએ સાંભળ્યું ન હતું.
નિકોલસને તો કશો વાંધો હતે જ નહિ. તેણે રાજી થઈને, તેના કાકાએ, પોતાની ખાસ લાગવગ વાપરીને, ડોથબૉડ્ઝ હૉલમાં પોતાને