________________
૧૬૮
નિકોલસ નિકલ્ટી “કુટુંબથી? કુટુંબ વળી કયું?”
“અરે, પેલાં કૅન્વિઝ લોકો! મારો લગ્ન કરવાનો વિચાર સાંભળીને મારી ભત્રીજી અને તેનાં ચેલકાં તો બેભાન થઈ થઈને મારા પગે જ વીંટળાઈ વળે અને મને ઘરની બહાર જ નીકળવા ન દે! અને નીકળવા દે, તો ગાંડાનું પ્રમાણપત્ર મેળવીને મને ગાંડાની ઇસ્પિતાલે લઈ જવા માટે જ, સમજ્યા?”
લગ્નવિધિ બહુ ઝડપથી પતી ગયો. બંને જણે જઈને રજિસ્ટરમાં સહીઓ કરી દીધી. પણ મિસ પેટોકરે ચાર ચાર સખીઓ ટેકા રૂપે સાથે રાખી હતી, તથા જીવનમાં આ ગંભીર પગલું ભરતી વેળા તેનું હૃદય કેવું ભાગી પડે છે, તેનું નાટક કરવામાં તેણે ઠીક ઠીક સમય બગાડ્યો. મિ૦ લિલીવીકે લગ્ન પછીના જમણમાં આખી કંપની હાજર રહેવાની હતી એ જાણી, ભારે નિસાસા સાથે એ જમણ કાપી નાખી, તેની જગાએ નાસ્તો જ ગોઠવી દીધો.
બધાં ટેબલે ભચડાઈને બેઠાં, એટલે મિત્ર ફોલેરે કહ્યું, “આ તો માળું બહુ જલદી પતી ગયું.”
“શું જલદી પતી ગયું?”
આ ગાળિયો નાખવાનું સ્તો!” “એટલે તમે શું કહેવા માગો છો, મિસ્ટર?” મિ0 લિલીવીકે જરા તપી જઈને પૂછયું.
“આ તો ફાંસીનો ગાળિયો નાખવા જેટલી વાર પણ ન થઈ, હા-હા-હા-હા !” મિસ્ટર ફોલર હસીને બોલ્યા.
ફાંસીનો ગાળિયો? અત્યારે લગ્ન પછીના આ મહાભોજન વખતે એ શબ્દ તમને કેવી રીતે શા માટે યાદ આવ્યો, સાહેબ?”
અરે, મહેરબાન, આ ભોજન જેમ મહા-ભોજન પણ નથી, તેમ મેં કહેલો ગાળિયો ફાંસીનો પણ નથી; માત્ર લગ્નનો ગાળિયો જ મેં તો કહ્યો છે.”