________________
રાલ્ફ ચોરની તપાસમાં
૩૧૯
વિયર્સે હવે સ્નૉલી અને સ્માઈકવાળા કિસ્સામાં પોતે જે ભાગ લીધો હતો અને જે જોખમ ઉઠાવ્યું હતું, તે વાત કાઢવા પ્રયત્ન કર્યો. પણ રાલ્ફ તેને તરત દબાવી દીધો અને કહ્યું, “સ્માઈક તમારે ત્યાં હતો, અને ખોવાયો હતો; તથા તે જ આ સ્નૉલી પોતાનો કહે છે, તે છોકરો છે, એ કહેવા સિવાય તમે બીજું શું કહી કે કરી નાંખ્યું છે, વારુ ? કશું જોખમ હોય તો સ્નૉલીને માથે કહેવાય. પરંતુ કાગળોના પુરાવાઓ બરાબર છે. સ્નૉલીને બીજો છોકરો હતો જ; સ્નૉલી બીજી વાર પરણ્યો જ હતો; તેની પહેલી પત્ની મરી ગઈ છે જ; અને તે મરી ગયેલી પત્નીએ પેલો કાગળ નથી લખ્યો એવું તો તેનું ભૂત જ પુરાવા રૂપે કહી શકે. અથવા સ્નૉલી પોતે જ કહી શકે કે: ખરી રીતે સ્માઈક તેનો છોકરો નથી; તેનો સાચો છોકરો તો મરી ગયો છે, અને તેને કબરમાં કીડાઓએ કયારનો ખાઈને પૂરો કર્યો હશે. તમારે માથે એ બધામાં શું જોખમ છે, વારુ ?” ભલે, ભલે, તમે એમ માનો તો એમ !”
(6
"C
તમારે તો એ વેઠિયો પાછો જોઈતો હતો અને પાછો મેળવીને નિકોલસ ઉપર તેને ભગાડવા બદલ વેર જ વાળવું હતું ને?” “પણ માત્ર મારે ન વેર વાળવાનું હતું, એવું તો ન જ કહેવાય ! તમારે પણ કંઈક વેર વાળવાનું હતું જ, જેથી તમે આ બધામાં પડયા હતા ને?”
“ જો મારે કશી જ લેવાદેવા ન હોય, તો પછી હું એમાં પડું શું કામ? તથા તમને તથા સ્નૉલીને ઉપરથી પૈસા આપું શું કામ ? પરંતુ મેં આજે તમને બોલાવ્યા છે, તે બીજી વાત કરવા; એમાં પણ પૈસાનો લાભ તો તમને ન હશે, અને સાથે નિકોલસ ઉપર વેર લેવાનો આનંદ પણ! અલબત્ત, મને પણ નિકોલસ ઉપર વેર લેવાનું મળશે, પરંતુ ગાંઠના પૈસા ખરચીને !”
રાલ્ફ હવે ધીમે ધીમે પોતાની યોજના યિર્સને સમજાવવા માંડી —