________________
નિકોલસનું નવું કામ
૧૬૩ “પણ એમની બેનિફિટ-નાઈટ ક્યારે છે? મારાથી નવું નાટક એકદમ તો તૈયાર નહિ જ કરી દેવાય!”
* અરે, આવતે અઠવાડિયે–સોમવારે. ત્યાં સુધીમાં તો બધું તૈયાર થઈ જશેને?”
પણ સંવાદો મોઢે કરવા, સીનસિનેરી તૈયાર કરવાં – એ બધું જ કેમ બનશે? અને મારા જેવા શિખાઉનો ખેલ તેમને બેનિફિટમાં આપવો, એ તેમને અન્યાય કરવા જેવું નહિ થાય?”
અરે, તમે લખી લાવો, પછી એ બધું તૈયાર કરવામાં તો કશો વખત જ ન જાય! અને મિસ સ્નેવેલીસીને નવો ખેલ બેનિફિટમાં આપીએ, એમાં અન્યાય શાનો? કોઈને ને કોઈને તો એ આપવો જ જોઈએ. અમે અમારા માથે એ જોખમ શું કામ લઈએ?”
“પણ, મિત્ર જેન્સન, તમે એ બેનિફિટ-નાઈટ માટેની ટિકિટો વેચવામાં મિસ સ્નેવેલીસીની મદદમાં રહેજો, એટલે થયું,” મિસિસ ક્રમશે વચ્ચે કહ્યું. પાછળ ઊભેલી મિસ સ્નેવેલીસી નિકોલસ આને શો જવાબ આપે છે તે સાંભળવા ઈ તેજાર થઈ ગઈ.
ના, ના, ભાઈસાહેબ, એવું ઉઘરાણીનું કામ મેં કદી કર્યું નથી, અને મને ફાવશે પણ નહિ,” નિકોલસે જરા વ્યાકુળ થઈ જવાબ આપ્યો; “અને મિસ સ્નેવેલીસી મારે ભરોસે રહે, એ તેમના હિતમાં હ નથી”
અરે મહેરબાન, જરા પ્રેમશૌર્ય તો દાખવો; મિસ સ્નેવેલીસીના લાભાર્થે જરા બહાર નીકળવું પડે, એમાં આટલી આનાકાની શાના કરો છો? કેવળ માનવતા પણ વીસરી ગયા કે શું?” મિસિસ ક્રમશે છેલ્લો દાવ નાખ્યો.
હવે મિસ સ્નેવેલીસી મેદાને પડી. તે નિકોલસ પાસે આવીને બોલી, “મિ0 જોન્સન, તમે આવો જવાબ આપશે એમ મેં નહિ, માનેલું! બસ, એથી વિશેષ મારે કંઈ કહેવું નથી.”
નિકોલસ આથી હસી પડ્યો. મિસ સ્નેવેલીસીનો ગુસ્સો અને તે વ્યક્ત કરવાનો તેનો અભિનય તેને સ્પર્યા વિના ન રહ્યાં. તે બોલ્યો,