________________
૧૬૨
નિકોલસ નિકબી “પણ એ આ પ્લૉટમાં શી રીતે ક્યાં ગોઠવવું એ મને સમજાતું
નથી, છે
“અરે મહેરબાન, એમાં શું છે?” લેન્વિલ હવે બોલ્યો; “પત્ની, બાળક અને નોકર એક કંગાળ ઘરમાં જઈને આશરો લે તે વખતે બાળક માને કહે, ‘મા નું ન રડ; મારાથી રડી પડાય છે.” પેલી પત્ની રડતાં રડતાં કહે, ‘ભાઈ, મારે સ્વસ્થ થવું છે, પણ શું કરું? તું આ છોકરીને છાની રાખવા તેની સામે જે નાચ નાચતો હતો, અને જે નાચ તે પણ શીખી ગઈ છે, તે નાચવા માંડ; એટલે તેને પણ આનંદ થશે અને પછી મને પણ!” સમજ્યા, મહેરબાન?”
ચાતુરી ભરેલું આ સૂચન સાંભળી નિકોલસ હસી પડ્યો; તેને હવે આ નવું કામ, શરૂમાં જેટલું અઘરું માનતો હતો, તેટલું અઘરું ન લાગ્યું. કંપનીના પેલા બે જણ નાસ્તો ઝાપટી ચાલ્યા ગયા, પછી નિકોલસ સાંજ સુધી નાટક લખવાના પોતાના કામમાં જ મંડી રહ્યો. સ્માઇક કયારનો થિયેટરમાં ચાલ્યો ગયો હતો.
થિયેટરમાં આજે એક ઉમરાવ સામે બહારવટે નીકળેલા બહારવટિયાનો ખેલ મૂકવામાં આવ્યો હતો, અને સૌ નટ-નટી તે માટેનો મેક-અપ” (સ્વાંગ) કરી તૈયાર થતાં હતાં. તે જોઈ નિકોલસને ભારે રમૂજ થઈ. ખેલ શરૂ થયો અને પ્રેક્ષકોના હોકારા-બખાળા અને તાળીઓના ગડગડાટ વચ્ચે પૂરો થયો. જોકે, પ્રેક્ષકોની સંખ્યા ખાસ મોટી ન કહેવાય.
ખેલ પૂરો થતાં મિ0 કમલ્સ નિકોલસને પૂછયું, “કેમ કેવું લાગ્યું?”
“બહુ સરસ, ખાસ કરીને મિસ સ્નેવેલીસીનું કામ ફાંકડું હતું.”
“એ એક અદ્ભુત નટી છે, અને તમારાવાળો નવો ખેલ મેં તેની બેનિફિટ-નાઈટ માટે જ નક્કી કર્યો છે. તેનું કામ પ્રેક્ષકોમાં ઠીક વખણાય છે.”