________________
લૉર્ડ વેરિસૉફટનો દેહાંત
૨૮૭ “તમે જાણો છો કે, તમે જે કંઈ કરવા માગો છો, તે મને જરાય પસંદ નથી. તમારે કશું કરવાનું નથી.”
તમને ગમતું નથી, એટલે તમે મને રોકવા આડે આવશો, એમ?” મલબેરી તાડૂક્યો.
હા, મારાથી બનશે તેટલી કોશિશ કરી, હું તમને છૂપી રીતે નિકોલસને માર મરાવતા કે તેનું ખૂન કરાવતા અટકાવીશ.” ' “જુઓ, હું બહુ ખરાબ માણસ છું, મારા માર્ગમાં આડે આવવું એ જોખમકારક ચીજ છે. ખબરદાર! એ વસ્તુ મારે લગતી બાબત છે, અને મારે એને ઠીક લાગે તે રીતે પતવવાની છે.”
પણ તમારી સાથે હું એટલો બધો ભળેલો છું, તથા આ બાબતમાં હું એટલી બધી તીવ્ર લાગણી ધરાવું છું કે, એ બાબતને હું મને પોતાને લગતી બાબત ગણવાનો છું, એ સમજી રાખો.”
જુઓ મહેરબાન, તમે તમારે લગતી બાબતોમાં જેમ ઠીક લાગે તેમ કરજો, પણ મારે લગતી બાબતમાં તમારે માથું મારવાની જરૂર હોય નહીં, સમજ્યા? અને હવે ભલા થઈ ઘોડાગાડી તરફ ચાલો, અહીં હવે મને મજા પડતી નથી. ઉપરાંત, આપણે બંને વધુ વખત વાત કરીશું, તો નકામા ઝઘડી પડીશું; અને એ વસ્તુ મારા કે તમારા હિતમાં નથી, એટલું તો સમજો છો ને?”
મલબેરી એમ માનતો હતો કે, લૉર્ડ વેરિસૉફ્ટને પોતે એવો દબાવેલો છે કે, સહેજ ધમકી કે સહેજ પટાવવાથી તે માની જ જશે. કેમ કે અત્યાર સુધી તે જુવાનિયો મલબેરીનું કહ્યું જ કરતો આવ્યો હતો.
પણ મલબેરીની કાયરતા અને નિકોલસ ઉપર છૂપો ઘા કરવાની તેની યોજના જ્યારથી એ નાદાન જુવાન લૉર્ડના જાણવામાં આવી હતી, ત્યારથી તેની કોઈ સુષુપ્ત ઊંડી ખાનદાની જાગ્રત થઈ ઊઠી હતી અને મલબેરી તરફની તેની માનબુદ્ધિ ઓછી થવા લાગી હતી.