________________
૨૮૮
નિકોલસ નિકલ્ટી મલબેરીએ અત્યાર સુધી એ બુધ્ધને મરજી મુજબ તૂટયો હતો, આંધળો બનાવ્યો હતો અને છેતર્યો હતો. ખરું કહીએ તો એ જુવાનિયાનો તે બધા અર્થમાં આશ્રિત જ હતો. એટલે, મનુષ્યસ્વભાવના કેટલાક કાયદા મુજબ, તેને એ જુવાનિયા પ્રત્યે જરાય આદરભાવ ન હતો: પોતે જે પ્રમાણમાં તે જુવાનિયાને નુકસાન પહોંચાડ્યું હતું, તે પ્રમાણમાં જ તે તેને તિરસ્કારતો હતો. અને હવે જેમ તેમ એ જુવાનિયો તેની સામે માથું ઊંચકવા લાગ્યો, તેમ તેમ તેનો તિરસ્કાર ધિક્કારમાં જ પલટાવા લાગ્યો.
લૉર્ડ વેરિસૉફ્ટ હવે મલબેરી અંગે વિચારવા લાગ્યો ત્યારે પહેલેથી માંડીને બધું જ વિચારવા લાગ્યો. અત્યાર સુધી તેની આંખ એ બાજ બંધ જ હતી. પહેલેથી તેને કેટ નિકલ્ટી તરફની મલબેરીની દાનત વિષે શંકા જ હતી. તે એમ જોઈ ગયો હતો કે, મલબેરી મારે નામે પણ ખરી રીતે પોતાને માટે જ કેટને હાથ કરવા માગે છે. એટલે મલબેરીએ એ નિર્દોષ યુવતીને હાથ કરવા અને પજવવા માટે જે હીન ઉપાયો લીધેલા, તેમાં પોતાનો આડકતરો હિસ્સો જોઈ તેને શરમ આવવા લાગી હતી. અને તેથી કેટના ભાઈ નિકોલસે પોતાની બહેનની આબરૂના બચાવમાં જે કંઈ કર્યું, તે તેને યોગ્ય જ લાગતું હતું. એટલું જ નહિ, પણ નિકોલસની જગાએ પોતે હોત, તો પોતે પણ એમ જ કર્યું હોત, એમ તેને લાગ્યું.
ભોજનાલયમાં તેમના બીજા મિત્રો પણ હતા. ભોજન દરમ્યાન અને બાદ પણ દારૂની ખાલીઓ ઊડવા માંડી. મલબેરીએ અત્યાર સુધી પોતાને બીમારી દરમ્યાન જે નિગ્રહ રાખવો પડ્યો હતો, તેનો બદલો વાળવા ખૂબ ઢીંચવા માંડ્યો, અને લૉર્ડ વેરિસૉટે પણ મલબેરી પ્રત્યેનો પોતાનો ગુસ્સો ડુબાડી દેવા માટે ઢીંચવા માંડ્યો.
ચારે બાજુ બધા જ મન મૂકીને ખૂબ ઢીંચતા હતા. પછી તો જેમ હંમેશ બને છે તેમ, થોડી જ વારમાં કંઈક હુલ્લડ જેવું જ મચી