________________
મિ૦ ફૂંક ચિયરીબલ
૨૪૭ જોકે એ યુવતીને તેણે રજિસ્ટર-ઓફિસમાં આવેલી જોઈ હતી, અને બીજી વખત ચિયરીબલ બ્રધર્સની પેઢીમાં આવેલી જોઈ હતી, – એ સિવાય તેનો પોતાનો જ એ યુવતી ઉપર બીજો કશો ઓળખદાવો કે હક-દાવો પણ ન હતો! ફૅન્કનો તો તેના મામા સાથેના એ યુવતીના ખાસ સંબંધને કારણે કદાચ કંઈક વિશિષ્ટ દાવો ગણાય. પરંતુ પ્રેમ જેટલો અદેખો તેટલો જ આંધળો હોય છે.
બીજી સવારે ફૅન્ક જ્યારે મામાને ત્યાં આવ્યો, ત્યારે મામાઓ તરફથી અને ટિમ લિંકિનૉટર તરફથી મળેલા ઉમળકાભર્યા આવકારથી તે ગળગળો થઈ ગયો. તેણે નિકોલસ સાથે પોતાને કેવી રીતે અણધારી મુલાકાત “ઍરેસન્સ હેડ” વીશીમાં થઈ, તેનું વર્ણન સૌને સંભળાવ્યું, ત્યારે ટિમ લિંકિનવૉટર તરત બોલી ઊઠયો, “આવા અણધાર્યા સુખી મેળાપો માટે લંડન શહેર સિવાય દુનિયામાં બીજી જગા હોય, તો કોઈ મને બતાવે!” અને આ પડકાર ફેંકી, તે ગમે તે જવાબ માટે જાણે તૈયાર હોય એમ ચશ્માં લૂછવા લાગ્યો.
ફેંકે હસતાં હસતાં કહ્યું, “મને લંડન શહેરના એ સદ્ગુણ વિશે કશી ખાસ જાણકારી નથી.”
જાણકારી નથી? ઠીક, તો જુઓ, હું તમારે મોંએ જ એ વાત કઢાવું. બોલો, આવા અણધાર્યા મેળાપો માટે લંડન શહેર જ લાયક ન હોય, તો હું પૂછું છું કે, શું યુરોપ એ માટે લાયક છે? ના, નહિ જ. તો શું એશિયા લાયક છે? હરગિજ નહિ. તો શું આફ્રિકા છે? જરાય નહિ. તો અમેરિકા છે? એ તો તમે જ કહી શકશો કે, એ ખંડ પોતે જેટલો દૂર છે, તેટલી જ ત્યાં મારી તમારી વચ્ચે મેળાપ થવાની શકયતા પણ વેગળી છે. તો પછી, હવે શું બાકી રહ્યું? લંડન શહેર જ એવી અણધારી મુલાકાતો માટે એકમાત્ર લાયક શહેર રહ્યું ખરું કે નહિ?”