________________
૨૪૮
નિકોલસ નિકબી આવી અઠંગ રીતે રજૂ થયેલી દલીલની વિરુદ્ધમાં કશું કૅન્કથી કહી શકાય તેમ હતું જ નહિ. અને ટિમ સામે લંડન શહેરની શ્રેષ્ઠતા બાબત ચર્ચામાં ઊતરવું, એ તો મધપૂડા પર હાથ નાખવા જેવી બાબત હતી, એ તે બરાબર જાણતો હતો.
બંને ભાઈઓ પોતાના કામમાં હવે ફેન્ક અને નિકોલસ જેવા જુવાનો આવી મળ્યા તે બદલનો આનંદ ખુલ્લા શબ્દોમાં વ્યક્ત કરવા લાગ્યા, અને ટિમને ચીડવવા લાગ્યા. ટિમે પણ ગંભીર માં કરી જાહેર કરી દીધું કે, “મને હવે આ પેઢીમાં કશો રસ રહ્યો નથી, માટે હું બીજે જ ક્યાંક નોકરી શોધવા જાઉં છું; તમે પણ તમારે જોઈતો બીજો માણસ શોધી લો.” એમ કહી જાણે બહાર જતો હોય તેમ દેખાવ કરી, તે પોતાના સ્ટ્રલ ઉપર જ બેસી જઈ કામે લાગી ગયો. પણ પછી પોતે પેલા ભલા ડોસાઓની કેવી ભારે મશ્કરી કરી નાંખી હતી એ જાણી તેને એટલું બધું હસવું આવવા લાગ્યું કે, છેવટે તે કલમ હાથમાંથી મૂકી દઈ માં દબાવીને જ ઊંધું ઘાલી હસવા લાગ્યો.
તરત જ પેલા ડોસાઓ પણ ખડખડાટ હસી પડયા. અને ટિમથી હવે સ્કૂલ ઉપર બેસી રહેવું શકય ન રહેતાં, તે ધબાક દઈને નીચે પડ્યો. એ જોઈ નિકોલસ અને ફ્રેન્ક પણ ખડખડાટ હસી પડ્યા.
બધાનું હસવું શમતાં, પછી ભાઈ ચાર્લ્સ નિકોલસને બાજુએ લઈ જઈ કહ્યું, “તમે લોકો તમારા મકાનમાં બરાબર ગોઠવાયાં કે નહિ, તથા કંઈ ખૂટતું કરવું કશું લાવી આપવાનું રહે છે કે નહિ, તે નજરે જોવા હું કાલે રવિવારે ચાના સમયે આવવા માગું છું. જો કાલે તમારે કંઈ રોકાણ હોય, અથવા તમારી ગેરહાજરીમાં તમારા ઘરની બાનુઓ મને મળવામાં અડચણ માનતી હોય, તો બીજો કોઈ સમય તમે સૂચવી શકો છો.”
પણ નિકોલસે તો ઘણો ઘણો આભાર માની, એ સમય ઝટ સ્વીકારી લીધો.