SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ " ૪૮ મુલાકાતે ગમતી-અણગમતી બીજે દિવસે નિકોલસના ભલા શેઠ પોતાને ઘેર ચા-પાણીએ આવવાના છે, એ જાણી આખા કુટુંબમાં ભારે હિલચાલ મચી ગઈ. મિસિસ નિકલ્દી પોતાના જૂના વૈભવની કેટલીય ચીજો અને સગવડો યાદ કરી કરીને હાયવોય કરવા લાગી. બરાબર વખત થતાં મિત્ર ચાર્લ્સ ચિયરીબલ જ નહીં, પણ સાથે તેમનો ભાણો ફ્રેન્ક પણ આવી પહોંચ્યા. ફ્રેન્ક વગર કહ્યું આવી પડવા બદલ મિસિસ નિકલ્બીની ઘણી ઘણી માફી માગી; અને મિસિસ નિકલ્બી એ શિષ્ટાચારથી તદ્દન જ જિતાઈ ગયાં. ચા પીતી વખતે ડોસા ચિયરીબલ, બધાંને અડવું ન લાગે તે માટે, વાતચીત કેવળ ટોળટપ્પા ઉપર વાળી. તેમાંય તેમણે પોતાના ભાણાએ જર્મનીના વસવાટ દરમ્યાન એક જર્મન સદગૃહસ્થની પુત્રી સાથે ઊભા કરેલા પ્રેમ-પ્રકરણની વાત ઉપાડી, ત્યારે તો ફન્ક બિચારો પોતાના મામાની એ માત્ર મજાક છે, એવું સાબિત કરવા જતાં ઊલટી જ અસર પાડી બેઠો. મિસિસ નિકલ્વીએ પણ હસતાં હસતાં જણાવ્યું કે, મિત્ર ફ્રેન્ક જે જુસ્સાથી એ વાતની ના પાડવા જાય છે, તે ઉપરથી જ ઊલટું સિદ્ધ થઈ જાય છે કે, તેમણે કંઈક પરાક્રમ જરૂર કર્યું હોવું જોઈએ. ' છેવટે બિચારા ફ્રેન્કે પોતાના મામાને લગભગ પગે પડીને વિનંતી કરી કે, “મામા, હવે મહેરબાની કરીને, તમે કેવળ મજાક કરવા ખાતર २४८
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy