________________
૧૧૮
નિકોલસ નિકબી મરું રે, મૅડમ ઑન્ટેલિની! હું અત્યાર સુધી વિચાર કર્યા જ કરતી હતી કે, એ કામ માટે મારા દેખાવ સાથે બંધબેસતું આવે એવું કોઈક માણસ જોઈએ; પણ મ રે, મેડમ! તમારી આંખ ચારે બાજુ ઉઘાડી જ રહે છે, અને કેવું માણસ ક્યાં જોઈએ, એ બાબતમાં તમારી પસંદગીની શક્તિ તો અદ્ભુત છે.”
“ઠીક, ઠીક; તો તમે તેને બધું કામકાજ બતાવી દેજો તથા કામકાજનો સમય પણ કહી દેજો; કશું ભૂલશો નહિ.”
અરે, તમે આટલું આટલું કહ્યા પછી, હું ભૂલી જાઉં એ તે કેમ બને, મૅડમ? કેટલું અદ્ભુત ! મરું રે, હું તમારી કુશળતા અને યાદદાસ્તનાં શાં વખાણ કરું, મેડમ! . . . .”
• કહેવાની જરૂર નથી કે, મિસ ગેંગને કેટનાં સુંદર દેખાવ અને ચપળતા જોઈને જ પેટમાં તેલ રેડાયું હતું, અને આ છોકરીને જો ફાવવા દેવામાં આવે, તો મિ. મેન્ટેલિની અને તેમની મારફત આખી દુકાન તેને જ તાબે થાય, એમાં એને શંકા રહી નહિ. એટલે તેણે ઝટપટ કેટ ભૂલો ઉપર ભૂલો જ કરવા માંડે અને હડધૂત થાય એવાં જ પગલાં ભરવાનું મનમાં વિચારી લીધું.
થોડા વખતમાં જ એક તવંગર અને ફેશનેબલ સ્ત્રી તેની પુત્રી સાથે પોતાનાં સિવાયેલાં કપડાં પહેરી જોવા આવી. મેડમ ઍન્ટલિની પણ આવીને હાજર થઈ. કેટનું કામ તો સિવાયેલાં કપડાં મિસ નંગ તે બાઈને પહેરાવે ત્યાં સુધી હાથમાં લઈને ઊભા રહેવાનું હતું તથા અવારનવાર કોઈ બટન કે હૂક ખેંચીને બેસાડવાનું હતું. પરંતુ બન્યું એવું કે, એ તવંગર બાઈની કેટની ઉંમરની જ જુવાન દીકરી કેટના સાદા દેખાવ આગળ પણ એવી ભૂંડીભૂખ દેખાતી હતી કે, મા-દીકરી બંને તેની જ ખોડ કાઢવા લાગી ગયાં. “આ તે કેવા ટાઢા – ગંદા – ખરબચડા હાથ? આ તે કોઈ છોકરી છે કે ભૂંડણ? આવી છોકરીઓને આવી મોટી દુકાનોમાં શું કરવા રાખતા