________________
કેટ નિકલ્બીનું કામ
૧૧૯ " હશે તે? જો આવી ગોબરી છોકરીઓને રાખવાની હોય, તો મારે મારો પોશાક કોઈ બીજી સારી દુકાને જ આપવો પડશે, ઇ0.
બિચારી કેટને વગર વાંકે મળતું આ અપમાન હાડોહાડ લાગી આવ્યું. રાતના નવ વાગતાં સુધીમાં તો કેટ તનથી અને મનથી છેક જ ભાગી પડી. છેવટે વખત થતાં તે બહાર નીકળી ત્યારે, નક્કી થયા મુજબ, તેને લેવા આવેલી તેની મા રાહ જોતી બહાર ઊભી હતી.
કેટ, દીકરી, મને તો અહીં ઊભા ઊભા આ પાટિયા સામું જોઈ જોઈને એક જ વિચાર આવ્યા કરતો હતો કે, “મેન્ટેલિની ઍન્ડ નિકલ્પી” એ નામ કેવું શોભશે? અને તારો ભાઈ જો ખુશનસીબ નીકળ્યો, તો આ જ શેરીમાં પાસે જ “. નિસ્બી, વેસ્ટ મિન્સ્ટર સ્કૂલવાળા’ એવું પાટિયું પણ જરૂર લાગ્યું હશે.” - બિચારી કેટને પોતાના મનનો બધો ડૂમો દબાવી, પોતાની માતાને ખુશ રાખવા માટે જ ‘હા’માં ‘હા’ મિલાવવી પડી.
દિવસો ઉપર દિવસો જવા લાગ્યા. એક વખત એક બહુ ઘરડો તવંગર ઉમરાવ પોતાની નવી ભાવી જુવાન પત્નીને અને તેની બહેનને લઈ, લગ્ન વખતે પહેરવાનાં બે બૉનેટ તેને પહેરાવી જોવા માટે આવ્યો. તેનો ઑર્ડર આગલે દિવસે આપવામાં આવ્યો હતો. કેટને હવે બહાર આવવા દેવામાં આવતી ન હતી. મિસ નંગ અને મૅડમ ઍન્ટેલિની એ બૉનેટ પેલી જુવાન બાનુને પહેરાવી, વખાણનો ધોધ વરસાવવા લાગી ગયાં.
પેલો બુઢો લૉર્ડ, જે ખરેખર બહુ જ બુઢ્ઢો હતો, તે પણ હવે પોતે એ જુવાનડીને પત્ની તરીકે મેળવી શકશે, એ આનંદમાં ડચકારા વગાડવા માંડ્યો.
પેલી જુવાન બાનુ એ બુટ્ટા લૉર્ડને ખૂબ ખુશ થયેલા જોઈ, તેમને એક મોટા અરીસા પાછળ ધકેલી ગઈ, અને ત્યાં ને ત્યાં