________________
નિકોલસ પછી કેટલી વારી કંઈ જવાબ જ ન આપ્યો,” રાલ્ફ નિસ્બીએ આગળ આવીને કહ્યું.
કેટ અને મિસ લા ક્રીવી સમજી ગયાં કે, તે માણસ કહે છે તે કરતાં ઘણા વખત પહેલેથી અંદર આવી ગયો હોવો જોઈએ.
રાલ્ફ કેટ તરફ તીણી નજર કરીને કહ્યું, “હું અહીં થઈને ઉપર જ જતો હતો. પણ તું અહીં હશે, અને આમ નવરી બેસી તડાકા માર્યા કરતી હશે, એની મને કલ્પના નહિ. એટલે તારો અવાજ સાંભળી હું અંદર આવ્યો, તો અહીં તો મજાની છબીઓ ઉતરાવાય છે! અને મૅડમ,” હવે રાલ્ફ મિસ લા ક્રીવી તરફ જોઈને કહ્યું, “તમે આ લોકોવાળો ઓરડો બીજાને ભાડે આપી દેવાની વ્યવસ્થા કરી દીધી હશે, એમ માનું છું.”
ના, સાહેબ, હજુ તો મેં બહાર એવી જાહેરાત પણ ચોંટાડી નથી.”
- “તો ચોંટાડી દો; આ લોકો આ અઠવાડિયા બાદ અહીં નહિ જ રહે અને રહેશે તો ભાડું આપવાના પૈસા તેમની પાસે નહીં હોય, એની ખાતરી તમને આપી રાખું છું. અને કેટ, તું હવે નવરી થઈ હોય તો આપણે તારી મમ્મી પાસે ઉપર જઈએ.” રાજે કેટને સંબોધીને છેલ્લું વાક્ય કહ્યું. એટલે તે બંને ઉપર ગયાં.
મેડમ, તમારી દીકરી માટે મેં નોકરી શોધી કાઢી છે,” રાફે કમરામાં પેસતાં જ કહ્યું.
હું કેટ! હું કાલે રાતે જ તને કહેતી હતી ને કે, તારા કાકાએ નિકોલસનું ઠેકાણું પાડ્યું, એટલે તારું પણ તરત પાડશે જ. તો કેટ, તું તારા કાકાનો આભાર –”
“મેડમ, મને મારી વાત પૂરી તો કરવા દો,” રાલ્ફ ભાભીની વાગ્ધારા વચ્ચેથી જ તોડી નાંખતાં કહ્યું.