________________
નિકોલસ નિકલ્ટી માર્ગ કાઢવો પડ્યો હશે, અથવા તો કોઈ કારમી આફત એકલા જ વેઠવાની થઈ હશે, જેથી તેમનો સ્વભાવ આવો થઈ ગયો હોય.”
એ સાચું હોય તોપણ, પોતાના એક કપરા અનુભવ ઉપરથી જ દાખલો લઈ, તેણે તમને તથા તમારાં મમ્મીને, ઊલટું, નાનું સરખું વર્ષાસન બાંધી આપીને તમારું જીવન હળવું કરી આપવું ન જોઈએ? તમે પરણીને ઠેકાણે પડો, પછી ભલે તે કશું ન કરે. વરસે દહાડે સોએક પાઉંડ તેને શા અડવાના હતા?”
તેમને ભલે વરસે દહાડે સોએક પાઉંડ ન અડે; પણ હું પોતે જ તેમની પાસેથી એક પેની સેવા કરતાં મરવાનું વધુ પસંદ કરું.”
લે કર વાત!” મિસ લા ક્રીવી નવાઈ પામી બોલી ઊઠી; “હમણાં તો, બહેન, તમે એમને વિષે હું કશો કઠોર શબ્દ વાપરું તે પણ નાપસંદ કરતાં હતાં!”
“મારો કહેવાનો અર્થ એટલો જ સમજજો કે, હું તેમના કે બીજા કોઈના દયા-દાન ઉપર જીવવાનું પસંદ ન કરું. મારી તો તેમની પાસે એટલી જ અપેક્ષા છે કે, એ પોતાની ભલામણથી મને કયાંક એવા કામે ગોઠવી આપે, જેથી હું મારો રોટલો જાતે કમાઈ શકું; અને મારાં મા સાથે રહી શકે. અમારે કદી સુખના દહાડા ફરી જોવાની આવશે કે નહિ, એ તો મારા મોટાભાઈ નિકોલસની ભાવિ સફળતા ઉપર આધાર રાખે છે. પણ અત્યારે તો મારા મોટાભાઈ ખુશી આનંદમાં છે એટલા સમાચાર જાણવા મળે, અને મને મારા કાકા કોઈ જગાએ નોકરી ઉપર ગોઠવી આપે, તો અમને “ભયો ભયો” થાય!”
તે જ ઘડીએ બારણાની આડમાં ગોઠવી રાખેલા પડદા પાછળ કંઈક સળવળાટ સંભળાયો, અને મિસ લા ક્રીવીએ બૂમ પાડી, “કોણ છે?”
તમો બંને બાનુઓનો નમ્ર સેવક, હું છું; તમે લોકો એટલી મોટેથી વાતો કરતાં હતાં કે, મેં ઘણો અવાજ કર્યો પણ તમોએ