________________
૧૦
નિકોલસ પછી કેટની વારી
૧
નિકોલસ યૉર્કશાયર તરફ જવા ઊપડયો તેને બીજે દિવસે સવારના તેની બહેન કેટ નિકલ્બી મિસ લા ક્રીવીના સ્ટુડિયોમાં બેઠી હતી. મિસ લા ક્રીવીને કેટના મેાંમાં એક પ્રકારની એવી અનોખી સુંદરતા દેખાઈ હતી કે, તે તેની સુંદર છબી તૈયાર કરી, પોતાના સ્ટુડિયોની બહાર મુકાતાં નમૂનાનાં ચિત્રોમાં મૂકવા માગતી હતી.
"C
વાત વાતમાં મિસ ા ક્રીવીએ કેટને પૂછયું, તમારા કાકા તમો લોકોને મળવા આજે આવશે ને?”
“આવવા તો જોઈએ જ; પણ કયારે આવશે તે શી રીતે કહી શકાય ? આવી અનિશ્ચિતતામાં પડયા રહેવાનું મને પણ ગમતું નથી.” તમારા કાકા બહુ તવંગર માણસ છે, નહિ? ”
66
“મેં સાંભળ્યું છે ખરું; તથા હું માનું પણ છું કે, તે પૈસાદાર માણસ છે; પણ મને કશી ચોક્કસ ખબર નથી.
"2
“એ માલદાર હશે જ; માણસને પૈસાની ગરમી ન હોય, તો એનો સ્વભાવ આવો રીંછ જેવો ન થઈ જાય !” મિસલા ક્રીવી હસતાં હસતાં બોલી.
નિ.પ
“એમનો સ્વભાવ જરા ખરબચડો છે ખરો,” કેટે કહ્યું.
66
‘માત્ર ખરબચડો ? અરે, શાહુડીનાં સિસોળિયાં તો એની સરખામણીમાં મશરૂની ગાદી કહેવાય! એના જેવો ખાટો-કડવો-તૂરો બુઢ્ઢો જંગલી મેં અત્યાર સુધીમાં બીજો કોઈ જોયો નથી.”
“એમની બહારની રીતભાત તો એવી કકરી છે, એમ મને લાગે છે. કદાચ તેમને જિંદગીની શરૂઆતમાં બહુ કપરા સંજોગોમાંથી
૬૫