________________
રાલ્ફ ચોરની તપાસમાં
૩૨૧
કાગળો પાસે રાખવા તે પણ ધીરે ધીરે એને નાહકનું જોખમ વહોરવા જેવું લાગતું જશે. કોઈ હોશિયાર માણસ તેને વિશ્વાસમાં લઈ, ધારે તો, એ કાગળો તપાસી આપીને બાળી નાંખવા ઝટ સમજાવી શકે. પણ એ કાગળો બાળતી વખતે કાળજીથી પેલું લખાણ કાઢી લેવું જોઈએ; અને તે કામ અઘરુ નથી જ.
""
સ્ક્વેિયર્સ આ બધું સાંભળી રહ્યો. એ લખાણ લાવીને બાળી નાંખીએ, તો પોતાના અને સ્ક્વેિયર્સના સહિયારા દુશ્મન નિકોલસને એ વારસો ન મળવાથી કેટલો મોટો ફટકો પડે, એ વાતનું રસભર્યું વર્ણન રાલ્ફ કરવા માંડયું. તથા સ્ક્વેિયર્સ જો પૂરેપૂરો સફળ થાય, તો પચાસ પાઉંડનું ઇનામ વધારીને પંચોતેર કે સો પાઉંડનું પણ પોતે કરવા તૈયાર છે, એમ છેવટે ઉમેર્યું.
રાલ્ફ ઇનામની રકમ સો પાઉંડથી પણ આગળ વધારવા તૈયાર થાય કે નહિ, તે બાબત યિર્સે દાણો ચાંપી જોયો. અને રાલ્ફ એ રકમ વધારશે, એમ તેને ખાતરી થતાં તેણે પૂછ્યું, “પણ એ ડોસીને શોધવી કયાંથી?”
<<
રાફ઼ે તે બાબતમાં તેને હિંમત આપતાં જણાવ્યું કે, “ એ ડોસી લંડનમાં જ કયાંક છુપાઈ રહી હશે; અને થોડા પૈસા કુશળતાભરી રીતે ખર્ચવાથી તે કયાં છુપાઈ છે તેનો પત્તો મેળવી શકાશે. પણ તમારે ત્યાં સુધી લંડનમાં જ રહેવું, તથા અહીં વારે ઘડીએ આવજા નહીં કરવી. હું જ તમને ખબર મોકલતો રહીશ.”
66
‘ઠીક; પણ તમે એ ડોસીને શોધી કાઢી ન શકો, તો પછી ‘સૅરેસન્સ હેડ” વીશીમાં મારે રોકાવાનું જે ખર્ચ આવે, તે તમારે માથે !” શ્ર્વિયર્સે જણાવ્યું.
66
‘કબૂલ, કબૂલ !” રાફે જવાબ આપ્યો.