________________
૬૫
રાલ્ફ ફ્લિયર્સની મદદ લે છે મિ0 સિવયર્સને બહુ દિવસ લંડનમાં માખો મારતા વીશીમાં રહેવાનું થયું. પણ અકળામણ થાય ત્યારે તે ઝટ હિસાબ માંડતો:
સો પાઉંડ એટલે પૂરા પાંચ છોકરાની એક વરસની આવક. પણ એ છોકરાઓને આખું વરસ જે ખવડાવીએ-પિવરાવીએ એ એમાંથી બાદ કરવું પડે, ઉપરાંત તેમને સીધા સખણા રાખવા માટે જે મારપીટ વગેરે ધાંધલ કરવું પડે તે જુદ! આ તો બેઠા બેઠા આરામ કરવા બદલ જ સો પાઉડ કોરેકોરા મળી જવાના – એ ઓછા લાભની વાત ન કહેવાય!”
એટલામાં પેગ ડોસીનું ઠેકાણું રાફે શોધી કાઢતાં મિ0 સ્કિવયર્સે કુશળતાથી પોતાની કામગીરી આરંભી દીધી અને થોડા વખતમાં તેણે તે ડોસી સાથે સંબંધ ઊભો કરી નાખ્યો.
આજે પેગ ડોસીને ત્યાં જતી વેળા વિયર્સ પોતાને હિસાબે ને જોખમે નહીં નહીં, રાલફના હિસાબે ને જોખમે, ઉમદા દારૂની એક શીશી અને ખાલીઓ પણ સાથે લેતો ગયો. પેગ ડોસી કોઈ વાત નીકળે ત્યારે હમેશાં કશું ન સાંભળતી હોવાનો ઢોંગ જ ચાલુ રાખતી. પણ આજે વિયર્સે એકબીજાની શુભેચ્છામાં પીવાની વાત કાઢી કે તરત તે તેને સંભળાઈ ગયું!
એક બે પ્યાલીઓ પીધા પછી તો ડોસીની “જબાન” ખૂલી ગઈ; અને જબાન એકલી જ શું કામ, કાન પણ પૂરેપૂરો ખૂલી ગયા. ફિવયર્સ હવે પૂછયું, “આજે સંધિવાની તકલીફ કેમ છે?”
૩૨૨