________________
કેળવણુની દુકાન
ગ્રેટા બ્રિજ મુકામે વાહન બદલવાનું હતું. મિ૦ ક્વીયર્સ વીશીના વાડામાંથી એક ગાડું અને એક ડમણિયું બહાર લઈ આવ્યા. ગાડાવાળાને છોકરાં તથા માલસામાન સોંપ્યાં અને પોતે નિકોલસ સાથે ડમણિયામાં બેસી ઊપડી ગયા. નિકોલસે ટાઢથી ધ્રુજતાં ધૃજતાં પૂછયું – “હજુ ડોથબૉમ્પ્સ હૉલ અહીંથી બહુ દૂર છે, સાહેબ?”
“અહીંથી ત્રણેક માઈલ તો હશે જ. પણ નિકબી, અહીં તમારે તેને “હૉલ” કહેવાની જરૂર નથી.”
“કેમ સાહેબ?”
“એ તો લાંડનમાં હોઈએ ત્યારે આપણે “હૉલ” કહીએ છીએ; કારણ કે, શહેરવાળાઓને એ શબ્દ જ ગમે છે. પણ આપણા આ ગ્રામવિસ્તારના લોકોમાં એ શબ્દ માટે ખાસ આગ્રહ નથી. જોકે, પોતાના ઘરને કોઈ ‘ટાપુ' પણ કહેવા માગે, તો પાર્લમેન્ટનો કોઈ કાયદો મનાઈ તો નથી જ કરતો!”
“ના રે! કાયદો તો શી રીતે મનાઈ કરી શકે?” નિકોલસે જરા આભા બની જવાબ આપ્યો.
પોતાનું એક મજલાનું મકાન આવતાં, નીચે ઊતરી મિત્ર સ્લવીયસેં બારણું ઉઘડાવવા ઠોકાઠોક અને બૂમાબૂમ કરી મૂકી. કેટલીક વારે અંદરથી નકૂચા-તાળાં ઊઘડવાનો અવાજ આવ્યો, અને પછી એક સૂકલો, ઊંચો ટંડેલ સરખો છોકરો ફાનસ સાથે બહાર નીકળ્યો.
૩૬