________________
૧૮૨
નિકોલસ નિકબી “અરે, તમે સીધા એ ટોપા પાછળ પાછળ ચાલ્યા જાઓ, નહિ તો તમારા શરીરને પણ તેવી જ રીતે તેની કેડે ગબડવું પડશે, જે કદાચ તમારી સગૃહસ્થાઈને વિશેષ છાજતું નહિ હોય, એવો મને ડર છે.”
મિ. ફોલેર જલદી જલદી દાદરો ઊતરી ગયા એ કહેવાની જરૂર નથી.
૩૪
બીજે વેરી બીજે દિવસે નિકોલસ જ્યારે થિયેટરમાં પહોંચ્યો, ત્યારે તેણે જોયું કે, લેન્વિલ ખૂબ કરડાકીથી મૂછો ચડાવી તૈયાર બેઠો હતો. નિકોલસ સમજી ગયો કે, ફોલેરે તેને એવા ખોટા સમાચાર આપ્યા હોવા જોઈએ કે, નિકોલસ તેની ચિઠ્ઠી વાંચીને ડરી ગયો છે અને માફી માગવા જ આવવાનો છે! બધો નટ-વર્ગ, જે લેન્વિલના પક્ષનો હતો, તે હવે શો તમાશો થાય છે તે જોવા, આસપાસ સલામત જગાએ ઊભો હતો. બધો નટી-વર્ગ નિકોલસની તરફેણમાં હતો; તે લોકોને નિકોલસની દયા આવતી હતી. પણ આવા ધર્મ-યુદ્ધમાં આડે આવવું છાજે નહિ, એટલે દુઃખી થઈ, તે બાજુએ ઊભો રહ્યો. | નિકોલસ થિયેટરની અંદર દાખલ થયો. નદીઓની સામે જોઈ, તેણે તેમને સવારની સલામ કરી. એટલે લેન્વિલે તુચ્છકારદર્શક હાસ્ય હસી કૂતરાનાં ભટોળિયાંની ખાસિયત વિષે – ખાસ કરીને તેમની પૂંછડી વિષે કાંઈક શબ્દો ઉચ્ચાર્યા.
નિકોલસે તરત તેની ભણી જોઈને કહ્યું, “ઓહ, તમે હાજર છો, કેમ મહેરબાન?”
લેન્થિલે હવે નાટકી અદાથી છલંગ ભરીને તેની પાસે આવતાં કહ્યું, “ગુલામકા બચ્ચા!”