________________
નિકોલસની ચિંતાઓ
૧૮૧ ' “રાલ્ફ નિકલ્ટી? ઠીક; હું તે નામ ગોખી રાખીશ,” એમ કહી
સ્માઇકે એક બાજુ બેસી, વીસેક વખત એ નામ ગોખ્યું હશે, છે તેવામાં મિ. ફોલેરે આવી બારણું થપથપાવ્યું.
મિ. ફોલેરે અંદર આવીને નાટકીય અદાથી મિ. લેન્વિલે આખરીનામું લખી મોકલેલી ચિઠ્ઠી નિકોલસને આપી. તેનો સાર એ હતો કે, જોન્સને (નિકોલસે) આવી, કંપનીના બધા સારા સારા પાર્ટ બોટી લીધા છે, એટલે તેમને (મિ) લેન્વિલને) એક પણ સારો પાર્ટ ભજવવા મળતો નથી; એથી તેમને જે આર્થિક અને આધ્યાત્મિક હાનિ ઉઠાવવી પડે છે, તે ભરપાઈ કરવા માટે, તેમણે નક્કી કર્યું છે કે, સૌ મંડળીની સમક્ષ તે આવતી કાલે સવારે જોન્સનનું નાક પકડીને મરડશે. મિ. લેન્થિલે પોતાના બે ત્રણ મિત્રોને એ પ્રક્રિયા જોવા માટે હાજર રહેવા નિમંત્રણ આપ્યું છે, એટલે જોન્સને આવતી કાલે સવારે થિયેટરમાં અચૂક હાજર રહેવું.
નિકોલસે એ વાંચી મનમાં હસીને ફોલરને પૂછયું – “તમને આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે, તેની ખબર છે?”
હા,” મિ. ફોલેરે ઊંચે છત તરફ જોઈને જવાબ આપ્યો. “એ ચિઠ્ઠી લઈને અહીં આવવાની તમારી હિંમત શી રીતે ચાલી? કદાચ દાદરેથી ગબડવું પડશે, એવી બીક તમને ન લાગી?” ફોલેરે એવી જ અડગતાથી જવાબ આપ્યો, “હરગિજ નહિ.”
“તો જુઓ, આ તમારો ટોપો દાદર નીચે ચાલ્યો, તેની પાછળ પાછળ તમે પણ હમણાં ને હમણાં જ બે પગે ચાલતા થાઓ; નહિ તો થોડી વાર બાદ ચાર પગે નીચે જવું પડશે, સમજ્યા?” એમ કહી નિકોલસે ફોલેરના ઊંચા ટોપાને એવો લાફો લગાવ્યો કે તે ઊડી, દાદરે થઈ, ભૂંડી હાલતમાં નીચે પડયો. - “અરે જોન્સન, એક સગૃહસ્થના પોશાક સાથે તમે આવી છૂટ ન લઈ શકો, એ જાણો છો?”