________________
૧૮૦
નિકોલસ નિકલ્ટી “ના રે ના! ચિંતા શાની? પણ મને મારી બહેનનો જરાક વિચાર આવ્યો હતો. તે બિચારી એટલી ભલી છે અને એટલી પ્રેમાળ છે કે, તે નજર આગળથી છૂટી છે, તેથી ચિંતા રહે જ.”
“તમારી બહેન?” “હા-હા.” “તે પણ તમારા જેવાં જ છે?”
“લોકો તો એવું કહે છે!” નિકોલસે હસીને જણાવ્યું; “માત્ર મારા કરતાં વધુ સુંદર છે, એટલે મારે કબૂલ કરી દેવું જોઈએ.”
તો તો તે ખૂબ જ સુંદર હોવાં જોઈએ,” સ્માઈક પોતાના બંને પંજા એકબીજામાં જોરથી ભિડાવીને બોલ્યો.
ભાઈ, તને ઓળખતો ન હોય તેવો માણસ તો એવું જ ધારે કે, તું કોઈ મીઠાબોલો રાજદરબારી માણસ છે.”
રાજદરબારી એટલે શું? મને એનો અર્થ ખબર નથી. પણ, પણ તમારાં બહેનને કદી હું જોવા પામીશ?”
જરૂર, જરૂર; આપણે થોડું ઘણું કમાઈશું એટલે આપણે સૌ ભેગાં જ રહીશું જાણ.”
“પણ મોટાંભાઈ, તમે તો મારા ઉપર આટલી બધી મમતા રાખો છો, પણ તમારી ઉપર મમતા રાખનારું તમારી પાસે કોઈ કેમ નથી?”
એ બહુ લાંબી વાત છે, અત્યારે તને કહીશ તો પણ સમજાશે નહિ. મારો એક દુશ્મન છે. “દુશ્મન” એટલે શું તે સમજે છે?”
“હા, હા.”
“તો મારો એક દુશ્મન બહુ તાલેવંત છે. તથા તેને તારા દુશ્મન સ્કવીયર્સની પેઠે સહેલાઈથી સજા કરી શકાય તેમ નથી. તે મારો કાકો થાય છે, પણ તે બદમાશ છે.”
“એનું નામ શું? “રા, રાફ નિકલ્બી.”