SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ નિકોલસ વિકલ્પી પોતાની પુત્રીની સાચી ઉંમર કદી જાણવા મળે જ નહિ– જરૂરત પ્રમાણે એમાં વધઘટ કરાતી રહે છે. પોતાના કુટુંબમાં અને ભણતર વગેરેના ખર્ચમાં વધારો થવાથી, રાફના ભાઈને હવે આવક વધારવાનો કંઈક રસ્તો શોધવાની જરૂર લાગી. “સટ્ટો ખેલો,” પત્નીએ કહ્યું. “સ-અ-ટ્રો-ઓ-ઓ?” “કેમ નહિ?” કારણ કે, આપણે જો ગુમાવીએ, તો છે તે પણ જાય. પછી જીવવાનું ચાલું સાધન ન રહે.” “અરે, સુકાવો; હિંમત કરે તે પામે; બેસી રહેશો તો આ દીકરો મોટો થયો, તેને ઠેકાણે પાડવા કંઈક મૂડી જોઈશે. આ દીકરી પણ પેની વિનાની હશે તો તેને કોણ લેશે? તમારા ભાઈનો દાખલો તો લો! તે જો સટ્ટો ન ખેલ્યા હોત, તો કોણ તેમને ઓળખવાનું હતું? અત્યારે લંડન શહેરમાં અને અહીં બધે જ તેમનું નામ કેવું જાણીતું છે?” “વાત સાચી છે; હું સટ્ટો જ ખેલીશ” મિત્ર નિલ્વીએ કહ્યું. અને તે સટ્ટો ખેલ્યા જ. તે દિવસોમાં એનો પવન પણ હતો. પણ પવનથી ઊભો થયેલ પરપોટો પવનથી જ ફૂટી ગયો. ચાર શેર-દલાલોએ ફલોરન્સમાં મોટા વિલા ખરીદ્યા, અને ચારસો સટોરિયા ઇંગ્લંડમાં રહેંસાઈ ગયા. મિ0 નિકલ્ટી તેમાંના એક હતા. આપણે રહીએ છીએ તે ઘર પણ કાલે લઈ લેશે. આપણા ઘરના રાચ-રચીલામાંથી પણ કશું બચવાનું નથી” –એટલું બોલતાં બોલતાં તે પથારીમાં ગબડયા તે ગબડ્યા. દવાવાળાએ દવાઓ આપીને તેમનું દેવું વધાર્યું; વકીલે કશુંક બચાવી લેવાશે એ આશા આપીને તેમનું દેવું વધાર્યું; અને છેવટે પાદરીએ ‘કુટુંબી માણસે આમ હિંમત હારવી એ યોગ્ય ન કહેવાય’, એવો ઉપદેશ આપીને તેમનું દેવું વધાર્યું.
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy