________________
જેમાં સની પિછાન થાય છે લઈ, અઠવાડિયાનું વ્યાજ ભરવા તૈયાર થનારને એ પૈસાની જરૂર પણ ઘણી મોટી જ કહેવાય ને? '
જરા મોટો થતાં, રાફને તેના પિતાએ લંડનની એક વેપારી પેઢીમાં મૂક્યો હતો. ત્યાં રહીને તેણે પોતાનું અર્થશાસ્ત્ર વધુ પાકું ? કર્યું. પિતા ગુજરી જતાં, પોતાને ભાગે આવેલા પૈસાનું પછી તેણે એવી કુશળ રીતે નિયોજન કર્યું કે, તેના પૈસા ખૂબ વધી ગયા. અલબત્ત, એ પૈસા તેણે કેવી રીતે વધાર્યા હતા, અથવા વધીને તે કેટલા થયા હતા, તે તો એ પોતે આત્મચરિત્ર લખીને જ્યારે જણાવે ત્યારે ખરું. આપણે તો એટલું જ કહી શકીએ કે, રાહુ બધું ભૂલી, માત્ર પૈસા વધારવાના એક જ કામે લાગ્યો હતો. વતનમાં કે કયાંય પોતાને બીજું કોઈ સગુંવહાલું છે, એ વાત જ તે ભૂલી ગયો! સોનું માણસને માટે એવી આગવી હૂંફ ઊભી કરે છે કે, તેને પછી બીજી હૂંફની ભાગ્યે જરૂર રહે. ઊલટું, કોઈ વાર તેને પોતાનો ભાઈ અને નાનપણની તેની સાથેની રમતો યાદ આવી જાય, તો તરત તે ખભો મચકોડીને બોલી ઊઠતો કે, ‘જેમ ચાલે છે તે જ બરાબર છે; દુનિયાનો શિરસ્તો છે કે, કોઈની સાથે ઓળખાણ દાખવવા જઈએ, તો તરત પૈસા જ ઊછીના માગે!'
રાફના ભાઈની વાત તેથી ઊલટી હતી. બાપ પાસેથી મળેલા વારસા ઉપર તે નિરાંતે જીવતો હતો. પણ થોડી વારમાં તેને એકલવાયાપણું લાગવા માંડ્યું. એટલે તેણે પડોશના એક સદગૃહસ્થની દીકરી સાથે લગ્ન કર્યું. એ ભલી બાનુ એક હજાર પાઉંડ દહેજ લઈને તો આવી જ; પણ થોડા વખતમાં એક પુત્ર અને પુત્રીની ભેટ પણ તેણે રાફના ભાઈને ધરી દીધી.
અત્યારે પુત્ર ઓગણીસ વર્ષનો થયો હતો. અને પુત્રીની ઉંમર ચૌદથી માંડીને સત્તર વર્ષની હતી, કારણ કે માતાઓને મોઢથી