________________
.
નિકોલસ નિકલ્પી
ગયો. કારણ કે, શરૂઆતમાં રાલ્ફની સાથે તેને લેવડ-દેવડનો સારો સંબંધ હતો.
રાલ્ફ એક પેની પણ ઊછીની આપવા ના પાડી. પણ પોતાની ઑફિસનું બારણું ઉઘાડવા-વાસવા તેને એક નોકર જોઈતો હતો, તે કામે તેને રાખી લીધો. અલબત્ત, તેર વર્ષના છોકરાને જે પગારથી રાખે, તે પગારથી. નૉગ્ઝ આમેય અર્ધા ગાંડા જેવો–બાહુક જ બની ગયો હતો; અને રાલ્ફને બરાબર તેવા જ માણસની જરૂર હતી. રાલ્ફની ઑફિસમાં એવાં કામો થતાં, જે કોઈ નોકર પણ સાંભળી જાય, તો પાલવી શકે તેમ ન હતું. એટલે રાલ્ફને નૉગ્ઝ મળવાથી નોકર મળ્યો, જે બહુ સસ્તામાં મળ્યો હતો; અને એવો બાહુક મળ્યો, જે કશું સાંભળી જાય, તાય તેનો દુરુપયોગ ન કરી શકે!
અને રાલ્ફની વાત સાચી હતી. તેને અને તેના ભાઈને શી લેવાદેવા હતી? બચપણમાં મા તરફથી બંને ભાઈઓને કેવળ પૂર્વ જીવનમાં ભોગવેલી તંગીની વાતો, અને પિતા તરફથી, છેક મોટી ઉમરે બીજા કાકા પાસેથી અચાનક મળેલા વારસાનો હિસ્સો, મળ્યાં હતાં. રાલ્ફ નાનપણથી જ જોઈ ગયો હતો કે, પૈસા જેવી પરમ ચીજ બીજી કોઈ નથી. નાનો હતો ત્યારથી જ નિશાળમાં તે સ્લેટ-પેનના ટુકડા અને લખોટાની મૂડીથી ધીરધારનો ધંધો કરતો. અને પછી હાથમાં થોડા તાંબાના સિક્કા આવતાં તેણે એ ધંધો વિકસાવ્યો હતો. જેમ કે, દરેક અર્ધ પેની દીઠ અઠવાડિયે બે પેની જ વ્યાજ તે લેતો; જેથી બહુ કડાકૂટિયો હિસાબ ન રાખવો પડે. ઉપરાંત, ધીરધાર સોમવારે થઈ હોય કે શુક્રવાર થઈ હોય, પણ આગલા નિવારને જ તે હિસાબી દિવસ ગણતો. શનિવાર જ છોકરાંઓ માટે ખીસાખર્ચ મળવાનો દિવસ હોય. રાલ્ફની દલીલ એ હતી કે, એક દિવસ માટે જ પૈસા ઊછીના