________________
પાજીનું નિમંત્રણ
૧૨૯ એવી અપમાનિત કરવામાં આવી છે કે, તમને માં બતાવતાં પણ શરમ આવવી જોઈએ.”
રાફને આ ટોણો બરાબર વાગ્યો. તેણે ઊભા થયેલા મલબેરીને બારણા તરફ આંગળી બતાવીને કહ્યું, “તમારો રસ્તો એ તરફ છે, મહેરબાન.”
“એટલે તું શું કહેવા માગે છે?” મલબેરી તાડૂકયો. રાલ્ફની કપાળની બધી નસો ઊપસી આવી. તેણે બોલ્યા વિના જ દાદર તરફ ફરીથી આંગળી બતાવી.
અરે પાગલ, તું મને બારણું બતાવે છે, એમ?” મલબેરીએ ધગી ઊઠીને કહ્યું.
હા, હા,” રાલ્ફ જવાબ વાળ્યો. મલબેરી રાફની તીણી નજર સામે વધુ ન જોઈ શકયો. પણ બારણા તરફ જતો જતો તે ઉશ્કેરાઈને બોલ્યો, “તારે તો પેલા લૉર્ડને આ છોકરીમાં ફસાવવો હતો, અને હું વચ્ચે આવી પડ્યો કેમ?” રાલ્ફ કશો જવાબ ન આપ્યો.
પણ અલ્યા બબૂચક, એ ઉમરાવના બચ્ચાને તારી પાસે પહેલપ્રથમ કોણ લાવ્યું હતું? મારા વિના તું તેને તારી જાળમાં શી રીતે સપડાવવાનો હતો? તું મૈસા માટે તારું માંસ અને લોહી પણ વેચે એવો છે! તારી ભત્રીજીને પણ તું પેલા જુવાન દારૂડિયા માટે જ લાવ્યો હતો, એ હું બરાબર જાણું છું. સુવર વ્યાજખાઉ! મારે બદલે એ જુવાનિયો જો ઉપર ચાલ્યો આવ્યો હોત, તો તું આંગળી બતાવત છે? ત્યારે આંધળો અને બહેરો બની ગયો હોત !”
હા, ખરી વાત છે,” રાફે ધીમે રહીને જવાબ આપ્યો; “મારે એ ઉમરાવજાદાને તમારા હાથમાંથી છોડાવી મારા હાથ ઉપર લેવો હતો. તમે એકલા જ એને ફોલી ખાઈને સાફ કરો, એવો કંઈ ઈજારો છે? મારી ભત્રીજીને પણ મારી મદદમાં જ મેં બોલાવી હતી, એય ખરી વાત છે. પણ એ જુવાનિયો એકદમ તમારી પેઠે