________________
૩૬૦
નિકોલસ નિકલ્ટી ભાઈ ચાર્લ્સ અને નિકોલસ બહાર જતાં, એ ઓરડામાં મિસિસ નિકલ્બી, મિસ લા ક્રીવી અને ભાઈ નેડ એ ત્રણ રહ્યાં. | નિકોલસ ભાઈ ચાર્સની સાથે તેમના ખાનગી ઓરડામાં ગયો; તો ત્યાં ફેંક હતો. અત્યાર સુધી નિકોલસ એમ માનતો હતો કે તે પરદેશ ચાલ્યો ગયો છે.
જુવાનિયાઓ, એકબીજા સાથે હાથ મિલાવો, જોઉં!” ભાઈ ચાર્લ્સે કહ્યું. / “એ માટે કોઈના કહેવાની હું રાહ જોઉં તેમ નથી,” નિકોલસે હાથ મિલાવવા આગળ જતાં કહ્યું.
હું પણ,” કહી ફેંકે નિકોલસનો હાથ ખૂબ ભાવથી દબાવ્યો.
જુઓ, તમે બંને મિત્ર રહો એમ જ હું ઇચ્છું છું. ફ્રેક હવે તું આમ આવ, અને તમે મિત્ર નિકલ્ટી મારી બીજી બાજુએ આવો.”
ભાઈ ચાર્લ્સની બંને તરફ બંને જુવાનિયા ગોઠવાયા, એટલે તેમણે ખીસામાંથી એક કાગળ કાઢયો અને તેની ગડીઓ ઉકેલી.
મેડલીનની માના બાપુએ લખેલા વિલની આ નકલ છે. બાર હજાર પાઉંડનો વારસો, તે પુખ્ત ઉંમરની થાય કે પરણે ત્યારે તેને મળે, એવું તેમણે તેમાં લખ્યું છે. એ સગૃહસ્થ પ્રથમ મેડલીન ઉપર એ કારણે ચિડાયા હતા કે, તે તેના બાપુને છોડીને, તેમની સાથે રહેવા ન ગઈ. એટલે તેમણે પોતાનો વારસો ધર્માદા સંસ્થા
ઓને આપી દીધાનું વિલ કર્યું હતું. પણ પછી ત્રણેક અઠવાડિયાં બાદ, તેમણે પોતાનો વિચાર ફેરવીને આ નવું વિલ કર્યું. દગાબાજીથી આ નવું વિલ તેમના મૃત્યુ બાદ ઉપાડી જવામાં આવ્યું, અને પેલા જાના વિલનો જ અમલ કરવામાં આવ્યો. પણ આ વિલ અમારા હાથમાં આવ્યા બાદ, અમે વાટાઘાટો દ્વારા જૂનું વિલ રદબાતલ થયેલું ગણાવી બધા પૈસા પાછા મેળવ્યા છે. હવે ફેંક, તું આ વિલ પાછું મેળવવામાં કારણભૂત બન્યો હતો, એટલે, જોકે આ વારસો