________________
નિકોલસ મેડલીનને મળ્યો
૩૦૧ ગૃહસ્થની છોકરી છે, અને કેવળ મનોરંજન માટે થોડું ઘણું કામ કરે છે; કમાઈ ખાવા માટે નહીં! તમે લોકો મરજી પ્રમાણે તેને કામ ન સોંપી શકો, સમજ્યા? તે પોતાની મરજી હોય તો જ કામ કરે!”
“અમે પણ એમ જ માનીએ છીએ, સાહેબ. અમને તો મિસ બેનાં કળા-કારીગરીનાં કામોમાં સારી ઘરાકી મળે છે, એટલે અવારનવાર તે માટેના ઓર્ડરો લઈએ છીએ – જેમ આજે પણ થોડાક લાવ્યો છું.”
“તો તમારા માલિકને કહી દેજો કે, હવેથી મારી દીકરી એવાં કામકાજ કરી આપવાની ના પાડે છે. તે કંઈ તમારા માલિકની દાસી નથી કે જેથી તેમની મરજી પ્રમાણે કામ કરી આપે. ઉપરાંત,
અમારું જે કંઈ તમારી પાસે માગતું-લેણું નીકળતું હોય, તે જે પહેલો ભિખારી સામો મળે તેને આપી દેજો, સમજ્યા? મેં જવાબ આપી દીધો, એટલે હવે તમે જઈ શકો છો,– સિવાય કે, તમારે બીજા કંઈ ‘હુકમો’ અમને કરવાના હોય !”
મારે તમને શા યુવામો કરવાના હોય? પણ મારા મનમાં થોડોક ડર પેદા થયો છે, તે તમને જણાવી લઉં. તમે તમારાં સુપુત્રીની કપરી જાતમહેનત અને હાથ-મજૂરી ઉપર અત્યાર સુધી જીવન જીવતા આવ્યા છો; પણ હવે તમે તેમને કાયમનાં વેચી નાખીને તમારું જીવન ગુજારવા તત્પર થયા હો, એવું મારી જાણમાં આવ્યું છે.”
મેડલીન તરત જ બોલી ઊઠી, “અરે, અરે, મારા બાપુજી બીમાર છે, એ વાતનો તો વિચાર રાખો! આ બધું તમે તેમને શું સંભળાવવા બેઠા છો?”
“બીમાર? હું બીમાર છું? અને આવા ભામટા દુકાનદારો ને ગુમાસ્તાઓને તું મારી બીમારીની દયા ખાવા વિનંતી કરે છે,
એમ?”