________________
૩૦૨
નિકોલસ વિકલ્પી | આટલું બોલતાંમાં તો બેને દરદનો એવો ભારે હુમલો આવ્યો કે, નિકોલસને બીક લાગી કે, તે ખતમ જ થઈ જશે કે શું? એટલે, “મારે કંઈક અગત્યની વાત કરવી છે, માટે જરા બહાર આવીને મળો, એવી નિશાની મેડલીનને કરીને નિકોલસ બહાર જઈને ઊભો રહ્યો.
બ્રેનો ડૂમો સહેજ શમ્યો, એટલે મેડલીને બહાર આવી. પણ તેણે નિકોલસને કહી દીધું, “તમને મારે માટે કંઈ કામ સેપવામાં આવ્યું હોય, તોપણ તે તમે મને કાલના દિવસ બાદ આવીને કહેજો, અત્યારે નહિ જોતા નથી કે, મારા બાપુ અત્યારે કેવી ગંભીર
દશામાં છે?”
મિસ મેડલીન, પરમ દિવસે તો ઘણું જ મોડું થઈ જાય. પરમ દિવસે તો તમે અહીં હશો પણ નહિ. માટે અત્યારે વિનંતી કરીને હું કહું છું કે, મારી વાત સાંભળવા થોડોક સમય કાઢો. મારે તમારી એકલાંની સાથે થોડી વાત કરવી છે. હું મારા પોતાના વતીથી જ નહિ, પણ જેઓ દૂર ગેરહાજર છે, તેમના વતીથી પણ તમને આ વિનંતી કરું છું.”
ઘરની બુટ્ટી બાઈની આંખો સતત રડ્યા કરવાથી લાલ થઈ ગઈ હતી અને તેનાં પોપચાં ફૂલી ગયાં હતાં. તેણે તરત બાજુની ઓરડીનું બારણું ઉઘાડ્યું અને મેડલીનને હાથ પકડીને તે તરફ લઈ જઈ, નિકોલસને પાછળ આવવા નિશાની કરી.
તમે મહેરબાની કરીને ચાલ્યા જાઓ તો સારું,” મેડલીને ડૂસકે ચડીને નિકોલસને કહ્યું.
ના, હું તમને આ સ્થિતિમાં મૂકીને ચાલ્યો નહિ જાઉં. તમે એવું પગલું ભરવા તત્પર થયાં છો કે, તેની કલ્પનામાત્રથી હું કંપી ઊઠું છું.”
“કયું પગલું? શાની વાત તમે કરો છો?”