________________
૪૦
“ચિયરીમલ બ્રધર્સ ”
૧
બેંક આગળ ઊતરી, નિકોલસનો હાથ પાછો બગલમાં દબાવી, ડોસા થ્રેડનીડલ સ્ટ્રીટમાં થઈ, તેને લગભગ દોડાવતા લઈ ચાલ્યા. કેટલીક ગલીકૂંચીઓ પસાર કર્યા પછી તેઓ એક શાંત ચકલા પાસે આવી પહોંચ્યા. એ ચકલાની આસપાસનાં મકાનોમાંથી જૂનામાં જૂના પણ ચોખ્ખામાં ચોખ્ખા દેખાતા એક મકાનમાં ડોસા નિકોલસને લઈ ગયા. દરવાજા ઉપરની તખ્તી ઉપર “ચિયરીબલ બ્રધર્સ” એટલું જ લખેલું હતું; પરંતુ આસપાસ રવાના થવા તૈયાર થઈને પડેલી પેટીઓ ઉપરથી નિકોલસ તરત કલ્પી શકયો કે, આ લોકો જર્મની સાથે વેપાર ચલાવતા વેપારીઓ હતા.
શરૂઆતમાં વખારો જેવા ભાગમાંથી પસાર થતાં નિકોલસને વધુ એ પણ જાણવા મળ્યું કે, પેઢીનો ધંધો ધીકતો ચાલે છે. આસપાસના માણસો અને પોર્ટરો જે રીતનો આદરભાવ ડોસા પ્રત્યે દાખવતા, તે ઉપરથી તે એ પણ કલ્પી શકયો કે, આ ડોસા પોતે જ મિ∞ ચિયરીબલ છે. થોડે આગળ, પારદર્શક કાચની તખ્તીઓથી બાકીના ભાગથી અલગ પાડેલી એક કૅબિન આવી. તેમાં એક જાડો, પ્રૌઢ, પહોળા માંવાળો મુનીમ બેઠો હતો. તેણે ચાંદીની ફ઼્રમવાળાં ચશ્માં પહેરેલાં હતાં.
મિ ચિયરીબલે મમતાથી તેને પૂછ્યું, તેમના કમરામાં છે કે, ટિમ ?”
૨૦૬
66
મારા ભાઈ અંદર