________________
કેટની નવી નોકરી
૧૪૭ વિટિટ્ટલ અતિ સંસ્કારી, અતિ શિક્ષિત, અને તેથી અતિ નાજુક પ્રકૃતિનાં છે. કળા-નૃત્ય-નાટય ઇ૦ બાબતોમાં તેમનો અભિપ્રાય જ પ્રમાણભૂત ગણાય છે અને તેથી સમાજના ઉપલા વર્ગનાં સૌ કોઈ તેમનો જ અભિપ્રાય જાણવા માગે છે. એ બધી પ્રવૃત્તિઓના ઘસારામાં તેમનું શરીર જોઈતો સાથ દઈ શકતું નથી. નૃત્ય-સમારંભોમાં તેમને જ સાથે લેવા સૌ કોઈ આતુર હોય છે. આમ, તેમની પ્રકૃતિ સંભાળવી અને સાચવવી, એ એકદમ સામાજિક અગત્યનું ભારે કામ છે. તેમનું નાજુક શરીર તેમના માનસિક તેજ અને તરવરાટને ધારણ કરી શકતું નથી. અમારા દાક્તર પણ-અમારા ફેમિલી-ડાકટર સર ટુમલી સ્નફિમ પણ કહે છે, “આ બાનુ આખા સમાજના આભૂષણરૂપ છે; અને એવી બાનુઓને થતી બીમારી તેમને પણ છે–અર્થાત્ ‘નર્વસનેસ’ – નાજાક આળા જ્ઞાનતંતુ! માટે તમે રતનની પેઠે એમનું જતન : કરજો.’ એ જ કારણે, દાકતરની એવી સલાહથી જ, અમે તેમને માટે એક સહચરી રાખવાનું આવશ્યક માન્યું છે.”
પછી, કેટની નિમણૂક બાબત એવું જણાવવામાં આવ્યું કે, તેઓ ‘પૂરતી તપાસ’ કર્યા બાદ ટપાલથી તેમને ખબર આપશે.
અને એ તપાસ કોણે કઈ રીતે કરી, એની ખબર નથી, પણ બે દિવસ બાદ કેટને ખબર આપવામાં આવી કે, તેમની નિમણૂક કરવામાં આવી છે. એટલે કેટ પોતાનો સરસામાન લઈને મિસિસ વિટિકૃલને ત્યાં પહોંચી ગઈ.
મિસિસ નિકલ્વીએ કેટને ખાતરીપૂર્વક જણાવી દીધું કે, એ બાઈ જરાય લાંબું ખેંચે તેમ નથી, એટલે છેવટે કેટ જ તે ઘરની ધણિયાણી થવાની છે, એ વાત તેમને દીવા જેવી સ્પષ્ટ દેખાય છે. અને પોતાના એ ભાવિ જામાતાના સ્વભાવ બાબત પણ તેમણે દીકરીને યથાયોગ્ય સૂચના આપી, તથા તેને કેવી રીતે વશમાં લઈ શકાશે તે માટેની દોરવણી પણ!