________________
રાલ્ફ ચોરની તપાસમાં
૩૧૭ ના, ના, મારાથી પોલીસની મદદ લેવાય તેમ નથી. આ કાગળની વાત જ બહાર ન જવી જોઈએ. આ કાગળ મારા કબજામાં હતો એટલું જ જો જાહેર થાય, તો પણ મારે તો જેલખાનામાં જ મારા દિવસો પૂરા કરવા પડે, અરેરે, મારું શું થશે?”
પણ પછી તો તિજોરીમાં વધુ તપાસ કરતાં તેને માલૂમ પડયું કે, બીજા કાગળો પણ ઊપડી ગયા છે. એટલે ગ્રાઈડ તો હવે માથું જ કૂટવા માંડયો.
પણ રાલ્ફને કંઈક તુક્કો સૂઝી આવ્યો હોવાથી, તે તરત ત્યાંથી વધુ બોલ્યાચાલ્યા વિના બહાર નીકળ્યો અને ગ્રાઈડની શરૂઆતની બૂમો સાંભળી આસપાસથી ભેગા થયેલા પડોશીઓને “કાંઈ નથી, ખાસ કાંઈ નથી,” એટલું કહી, ઘોડાગાડીમાં બેસી ચાલતો થયો.
૬૪ રાકેફ ચેરની તપાસમાં ઘેર પહોંચતાં રાલ્ફ જોયું તો ટેબલ ઉપર એક કાગળ પડયો હતો. તે ઉપાડીને વાંચવાની તેની હિંમત જ ન ચાલી. પણ છેવટે તેણે ઉપાડીને વાંચ્યો તો માલૂમ પડ્યું કે, પેલી પેઢી કાચી પડી હતી અને તેના દસ હજાર પાઉંડ ડૂલ થયા હતા.
રાલફ હવે મરણિયો થઈ ગયો હોય તેમ ઓરડામાં ડગલાં ભરવા લાગ્યો: “દસ હજાર પાઉડ! અને એક જ દિવસમાં! એ દસ હજાર પાઉંડથી તો હું કેટલાય લોકો ઉપર રાજ્ય ચલાવત અને તેમની જ મજૂરીથી દસના વીસ કરી શક્યો હોત!”
પછી પાછો તે ખુરશીમાં બેઠો અને બંને હાથ ભીડીને હાથ તેમને જોરપૂર્વક જકડીને બોલવા લાગ્યો: “અરે, એવા દસ હજાર પાઉંડ ખોવાનું તો મને એટલું બધું કાંઈ ન લાગ્યું હોત; પણ નિકોલસે