________________
૩૫૨
નિકોલસ નિકલ્ટી સ્નેહગાંઠ બંધાઈ રહેવાનું ભાઈએ દોરેલું મધુર કલ્પનાચિત્ર સાંભળી, કેટ એકીસાથે હસી પણ ખરી અને રડી પણ પડી. "
તે જ દિવસે નિકોલસ ઑફિસમાં જઈ, મિ0 ટિમ લિકિનવૉટરને મળીને સીધો ભાઈ ચાર્લ્સના કમરામાં પહોંચી ગયો.
નિકોલસને સ્માઈકની વાત કરતાં ડૂમો ભરાઈ આવ્યો. ભાઈ ચાલ્સ તેને આશ્વાસન આપતાં કહ્યું, “ભાઈ, આપણને એના મૃત્યુથી રંજ થાય, એ વાત ખરી; પણ આપણે એ પણ વિચારવું જોઈએ કે, તે જેટલું વધુ જીવ્યો હોત, તેટલો જીવન માટે વધુ અશક્ત થઈને, તથા પોતાની અશક્તિઓ માટે વધુ ને વધુ રંજ કરતો જ જીવતો રહ્યો હોત. આપણે તો એના છેલ્લા દિવસો બને તેટલા હળવા તથા આનંદપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કર્યાનું જ આશ્વાસન લેવું જોઈએ.”
પણ આમ બોલવા છતાં ભલા ભાઈ ચાર્લ્સનું હૃદય ભરાઈ આવ્યા વિના ન રહ્યું. એટલે તેમણે તે લાગણી છુપાવવા જ ટિમને બૂમ પાડીને પૂછયું, “મારા ભાઈ નેડ ક્યાં છે?”
ટિમે જવાબ આપ્યો, “મિ૦ ટિમર્સ સાથે એક કમનસીબ માણસને હૉસ્પિટલમાં દાખલ કરાવવા તથા તેનાં બાળકો માટે નર્સની ગોઠવણ કરવા ગયા છે.”
વાહ, મારા ભાઈ નેડ બહુ ભલા માણસ છે, બહુ સારા માણસ છે. અને મિ0 ટિમર્સ પણ! જુઓ નિકોલસ, મારા ભાઈ નેડ તમને આવેલા જોઈ ખૂબ જ રાજી થશે; અમે તમારી વાત રોજ કર્યા કરતા હતા !”
તેઓ સાહેબ નથી, તો કંઈ વાંધો નહિ; ખરી રીતે તો હું આપને એકલાને જ કંઈક વાત કરવા માગતો હતો.”
“ભલે, ભલે, બોલો, બોલો!”