________________
ભાઈ તેવી બહેન
૩૫૧ “વાહ મારી બહાદુર કેટ!” નિકોલસ બહેનને છાતીએ ચાંપતાં * બોલ્યો, “હું તને ઓળખતો જ હતો – અને જાણતો જ હતો કે, તું આવું જ કરશે. અને તું આવું આત્મબલિદાન આપે તો પછી મારે પણ પાછા ન જ પડવું જોઈએ ને? હું પણ હવે સામેથી શેઠભાઈઓને વિનંતી કરવાનો છું કે, મેડલીનને તેઓ મારા ઘરમાંથી બીજે કયાંક ખસેડે.”
શું મોટાભાઈ, તેમને તમે જાતે કરીને અહીંથી ખસેડાવશો?” “વહાલી મીઠડી, તે જ ફેંકને શા માટે તને મળવાની મનાઈ કરી દીધી?”
હું તો ભાઈ, બહુ નબળા મનની છોકરી છું; મારાથી તેમનું દુ:ખ જોયું ન જાય, અને કદાચ હું તેમને હા પાડી દઉં તો! તે પોતે મારી બાબતમાં બહુ મર્મ છે, અને ગમે તે ભોગે મારો હાથ મેળવવા ઇચ્છે છે!”
એમ જ કેટ, મેડલીનને મારી નજર સામે રાખવાથી મારી પણ એ જ સ્થિતિ થાય !”
પણ ભાઈ, તમે ભવિષ્યમાં મેડલીનના હાથને છાજે તેવા તવંગર થઈ શકશો.”
હું તવંગર થઈશ, પણ ઘરડોય થઈશને? પણ શેઠ-ભાઈઓ ઓછા ત્યાં સુધી મેડલીનને કુંવારી રાખી મૂકશે? પણ બહેન, પૈસાદાર થઈશું કે ગરીબ રહીશું, ઘરડાં થઈશું કે જુવાન રહીશું, પણ આપને વંને સાથે રહીએ એમાં કોઈ ક્યાં કશી ડખલ કરી શકે તેમ છે? ઊલટું, આપણે બંને કુંવારાં હોઈશું એટલે એકબીજાની, સાથે રહેવાનું તથા એકબીજાને સ્નેહભાવથી વળગી રહેવાનું આપણને વિશેષ કારણ રહેશે. આપણે બે સાથે હોઈશું, તો દિવસો એવા જલદી પસાર થઈ શકશે, તથા એકબીજાએ ધર્મ સમજી આપેલા આત્મ-બલિદાનનો દાખલો એકબીજાની નજર સામે એવો ઊભો રહેશે કે, આપણને કશી વાતનું દુ:ખ નહિ રહે.”