________________
૩૫૩
ભાઈ તેવી બહેન કે “જોકે, એ વાત કેવી રીતે ઉપાડવી એ મને સમજાતું નથી; પરંતુ આપે અત્યાર સુધી મારા ઉપર જે મમતા બતાવી છે, તથા જે વિશ્વાસ મૂક્યો છે, તે મને હરહમેશ યાદ રહેશે; અને તે વિશ્વાસનો ભંગ થાય એવું કાંઈ જ મારાથી ન થાય તેની ચિંતા હું રાખ્યા જ કરું છું. આપે મારા ઉપર વિશ્વાસ મૂકી મિસ બ્રેની બાબતનું કામ જ્યારે પહેલપ્રથમ મને સોંપ્યું, ત્યારે હું મોંએ બોલી ન શક્યો; પણ મારે કહી દેવું જોઈતું હતું કે, હું તેમને પહેલાં મળ્યો હતો, અને તેમણે મારા હૃદય ઉપર એવી અસર કરેલી હતી. કે જે ભૂંસી કાઢવામાં હું નિષ્ફળ નીવડયો હતો; અને તેથી તેમની વિશેષ ભાળ મેળવવા મેં ખૂબ પ્રયત્ન પણ કર્યો હતો. જોકે, આપે મને એક વખત વિશ્વાસપૂર્વક એ કામ સોંપ્યું, ત્યાર પછી મેં એક પણ કાર્ય એવું નથી કર્યું, કે એક પણ શબ્દ એવો નથી ઉચ્ચાર્યો, જેથી મિસ બ્રેને મારા તરફ આકર્ષવાનો કે વાળવાનો પ્રયત્ન કર્યો એમ કહી શકાય. પરંતુ, હવે હું આપને વિનંતી કરવા માગું છું કે, તેમને મારા ઘરમાંથી ઝટપટ ખસેડી લો, જેથી હું કંઈક રાહત અનુભવી શકે. રોજ રોજ તેમને મારી નજર સમક્ષ જોયા કરીને તેમને મારા હૃદયમાં દૃઢ સ્થાન જમાવતાં અટકાવવાનો પ્રયત્ન વધુ વખત ચાલુ રાખવો, એ મારે માટે અશક્ય બનતું જાય છે.”
તમે આ વાત મને કહી તે સારું થયું. તમે અમારા વિશ્વાસનો ભંગ નથી કર્યો એ તમારે મોંએ મેં સાંભળ્યું એ વાત ખરી; પણ તમે એ વિશ્વાસનો ભંગ નહીં કરો, એ ખાતરી હોવાથી જ તમને અમે એ કામ સોંપ્યું હતું. અને એ વાત જાણી ખૂબ આનંદ થાય છે કે, તમે પણ એટલી ચીવટથી એ વિશ્વાસનો ભંગ ન થાય તેને માટે પૂરતી કાળજી રાખી છે. અલબત્ત, તમારા જેવા જુવાન માણસને એ યુવતીની અસહાય કે બીમાર અવસ્થામાં આટલા બધા નિકટ આવવા દેવાથી શું પરિણામ આવે, તે અમારે પ્રથમથી કપી લેવું જોઈતું હતું – તમારી નિષ્ઠાની આવી આકરી કસોટી અમારે કરવી
નિ.-૨૩