________________
૩૫૪
નિકોલસ નિકલ્ટી જોઈતી ન હતી. પણ મેડલીનને જરૂર અમે હવે તમારે ત્યાંથી ખસેડી. લઈશું.”
“આભાર; અને મેં કરેલી આ કબૂલાત તેમને કહીને, મારા પ્રત્યેની તેમની સંમાનબુદ્ધિ દૂર થાય તેવું તમે નહિ કરો, એવી મારી વિનંતી છે.”
હું જરૂર તેની કાળજી રાખીશ; પરંતુ તમે માત્ર આટલું જ મને કહેવા ઇચ્છતા હતા?”
“ના જી; ઉપરાંતમાં મારે બીજી એક વાત પણ કહેવાની હતી.”
“ વાત હું જાણું છું; પણ તમારા પોતાના જાણવામાં એ કયારે આવી?” “આજે સવારે હું ઘેર આવ્યો ત્યારે.”
એ સાંભળતાંવેત જ એ વાત મને કહી દેવાની તમારી ફરજ છે, એમ તમને લાગ્યું?”
હાજી; જોકે, મિ0 ફેંકને પહેલાં મળી લેવાની મારી ઇચ્છા હતી ખરી.”
“ફૂંક જ ગઈ રાતે આવીને મને બધું કહી ગયો છે. તમે બહુ સારું કર્યું, મિત્ર નિકલ્ટી, બહુ સારું કર્યું; હું તમારો આભાર માનું છું. ફ્રેંક બહુ નાદાન છોકરો છે. અને તેની નાદાની હવે દૂર થાય તેવું કશું પગલું તરત જ અમારે ભરવું પડશે. પરંતુ એ અંગે હવે કશું વિશેષ આપણે ચર્ચવું નથી – મને એ વાત ચર્ચતાં દુ:ખ થાય છે. પણ અર્ધા કલાક પછી તમે મને મળજો, મારે ઘણી વિચિત્ર બાબતો તમને કહેવાની છે. અને તમારા કાકાએ પણ બપોર પછી હું અને તમે તેમને મળીએ એમ ગોઠવ્યું છે.”
“હું તેમને મળું? અને તે પણ આપની સમક્ષ?” “હા, હા, એમ જ! અર્ધા કલાક બાદ તમે મને જરૂર મળશે.”
અર્ધા કલાક પછી નિકોલસ તેમને મળ્યો, ત્યારે તેમણે આગલે દિવસે બૂ કર સાથેની રાલ્ફની મુલાકાતની આખી વાત તેને કહી સંભળાવી.