________________
સ્માઈકનો બાપ!
૨૬૧ , “તો શું માબાપો પોતાનાં છોકરાને આ વરુઓ ફાડી ખાય 'તે માટે જન્મ આપે છે?” બ્રાઉડીએ સ્કિવયર્સ તરફ આંગળી કરીને પૂછ્યું.
તારે શી પંચાત?” એમ કહેતો સ્કિવયર્સ સ્માઇકને પકડવા આગળ ધપ્યો.
મારે શી પંચાત? તું મને મારવા આવે ને હું જોઈ રહું, એમ?” એમ કહી બ્રાઉડીએ વિયર્સને કોણીનો એવો જોરથી ઠોંસો લગાવ્યો કે, તે સીધો અડબડિયું ખાઈ રાલ્ફ ઉપર પડ્યો; અને રાલ્ફને ધારણ ન રહેતાં તે ખુરશી ઉપરથી નીચે ફંગોળાયો અને ક્િવયર્સ ઢગલો થઈને તેની ઉપર.
ક્િલયર્સ પાછો બેઠો થઈ જોરથી સ્માઈકને બહાર ખેંચવા લાગ્યો. સ્ત્રીઓએ હવે ચીસાચીસ કરી મૂકી, અને સ્માઇકે કરુણ કલ્પાંત આરંભ્ય. નિકોલસથી હવે ન રહેવાયું. તેણે તરત સ્કિવયર્સને પકડીને એવો હચમચાવ્યો કે, તેના મોંના બધા દાંત સુધ્ધાં હાલી ઊઠયા. પછી તેને ગળેથી પકડી નિકોલસે બારણા બહાર ધકેલી મૂક્યો, અને બારણું બંધ કર્યું. | નિકોલસે હવે રાફ અને સ્નૉલીને સંબોધીને કહ્યું, “તમારે બેએ પણ સીધા પેલાની પાછળ આપમેળે જવું છે કે તેમ કરવા માટે મારી કંઈ વિશેષ મદદની અપેક્ષા છે?”
મારે મારો દીકરો જોઈએ,” સ્નૉલીએ જીદ પકડી. “તારો છોકરો પોતાને ક્યાં જવું તે જાતે પસંદ કરશે, અને તેણે અહીં રહેવાનું પસંદ કર્યું છે.”
“તો તમે તેનો કબજો નહિ છોડો, કેમ?” “હું તેની મરજી વિરુદ્ધ તેને કદી નહિ સોંપું.”
સ્નૉલી હવે સ્માઇક તરફ જોઈને બોલ્યો, “તારા જેવો બે-વફા, કૃતદની, દુષ્ટ, બદમાશ છોકરો કોઈને ઘેર જમ્યો નહિ હોય. મારે