________________
રાલ્ફનો અંત
૩૫૭ “એમ કેમ બને?” એક જણે પૂછ્યું. “આ સદ્ગુહસ્થો કહે કે, બે કલાકથી બારણું ઠોકે છે, છતાં કોઈ ઉઘાડતું નથી.”
“ગઈ કાલે રાતે મિત્ર નિકબી ઘેર આવ્યા હતા; મોડી રાતે – લગભગ એક વાગ્યાના અરસામાં તેમને કોઈ મળવા આવ્યું હતું; અને તેમણે છેક ઉપરની બારીએથી તેને જવાબ આપ્યો હતો; મેં તે બધું સાંભળ્યું હતું,” બીજાએ કહ્યું.
આ બધી વાતચીત રાફ નિકબીના બારણા આગળ ભેગા થયેલા નાનાસરખા ટોળામાં થતી હતી. તેમાંથી બેત્રણ જણા હવે પાછળ જઈ, એકાદ ખુલ્લી બારીમાં થઈ અંદર પેઠા.
નીચેના બધા ઓરડાઓ તેઓ જોઈ વળ્યા, પણ કોઈ ન હતું. પણ પછી, બહાર થયેલી વાતચીત મુજબ, દાદર ચડી તેઓ છેક ઉપરના ત્રિકોણિયા ઓરડા તરફ ગયા. એ ઓરડાની નીરવ શાંતિનો ભેંકાર તેઓને સ્પર્શી ગયો. બહુ હળવેથી તેઓએ તેનું બારણું ઉઘાડ્યું, અને અંદર નજર કરતાં જ તેઓ સ્તબ્ધ બની ગયા ! તેઓમાંના એકે ખીસામાંથી ચમ્મુ કાઢયું અને પાસે જઈ દોરડું કાપી નાખ્યું: રાલ્ફનું શબ ધબ દઈને જમીન ઉપર પડ્યું. - રાફે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી!