________________
૭૧ સે સારું જેનું છેવટ સારું
રાફના મરણની વાતને કેટલાંય અઠવાડિયાં વીતી ગયાં.
મેડલીનને નિકોલસને ત્યાંથી ખસેડી લેવામાં આવી હતી; ફેંક બહારગામ ચાલ્યો ગયો હતો, અને કેટ તથા નિકોલસ એકબીજાને ઓથ આપી, પોતાના મનની ખિન્નતા ભૂલવા કોશિશ કરતાં હતાં. મિસિસ નિકલ્બી તો આ બધા ફેરફારોના આઘાતથી રઘવાઈ જ થઈ ગઈ હતી.
એ સ્થિતિમાં અચાનક એક સાંજે મિ૦ લિકિનવૉટરે આવી, બંને ભાઈઓ તરફથી આખા ઘરને – મિસ લા કીવી સુધ્ધાંને - આવતી કાલ પછીને દિવસે જમવા આવવાનું નિમંત્રણ આપ્યું.
ટિમ ચાલ્યો ગયો કે પછી મિસિસ નિકલબી તરત જ કલ્પનાવાયુએ ચડ્યાં: “આ નિમંત્રણનો શો અર્થ છે, ભાઈ, સમજ્યો?” તેમણે નિકોલસને પૂછયું.
“એટલો જ કે, તે દિવસે આપણે તેમને ઘેર જઈને ખાનપાન પરવારવાનું છે; આપણા પોતાના ઘરમાં નહિ!”
“બસ, તને એટલો જ અર્થ લાગ્યો કે? જોજે, આમાં તો બહુ ઊંડાં પાણી છે!” | નિકોલસને પોતાની માના એ વિચિત્ર ખ્યાલ ઉપર હસવું આવી
ગયું.
જમણને દિવસે મિસ લા ક્રીવી નિકોલસને ઘેર પહેલેથી આવી પહોંચી, અને તેને લઈ બધાં શેઠ-ભાઈઓને ત્યાં ઊપડ્યાં. ભાઈ
૩૫૮