________________
૩૫૬
નિકોલસ નિકલ્બી તરત પાછા તેના વિચાર બદલાયા: પોતાના એ દુ:ખી પુત્રને નિકોલસે આશરો આપ્યો; તથા પોતાનો એ પુત્ર નિકોલસને જ. પોતાનો શુભેચ્છક માનતો અને તેને અંતરનું વહાલ અર્પતો મર્યો, એ વસ્તુ તેને અપરંપાર દુ:ખ દેવા લાગી. એ બધા ધર્માત્માઓ અને કરુણાળુઓના વિજ્યને પરાજ્યમાં ફેરવી શકાય એવું કંઈ જ નથી? સેતાન પોતે પણ એ બાબતમાં કંઈ મદદ કરી શકે, તો તેની મદદ લેવા રાલ્ફ અત્યારે તૈયાર હતો!
ગભરામણ અને અકળામણનો માર્યો રાફ દાદર ચડીને છેક છાપરા નીચેના ત્રિકોણિયા ઓરડામાં પહોંચી ગયો, – જે ઓરડામાં બિચારા સ્માઈકને બૂ કરે લાવીને બચપણમાં રાખ્યો હતો.
તરત જ શેરીના બારણા ઉપર ટકોરા પડ્યા. તેણે બારી ઉઘાડી ઉપરથી જ પૂછ્યું: “કોણ છે?”
“મિ નિકબીનું કામ છે.” “શું કામ છે?”
ચિયરીબલ ભાઈઓએ પુછાવ્યું છે કે, આજે રાતે તમે જે માણસને મળ્યા હતા, તેને રોકી રાખીએ કે જવા દઈએ?”
“કાલ સુધી તેને રોકી રાખો; પછી તેને અહીં મોકલજો– તેને અને સાથે મારા ભત્રીજાને. અને ચિયરીબલ ભાઈઓ પણ સાથે આવે– હું તેમનો સત્કાર કરવા તૈયાર રહીશ.”
“ક્યારે?” “કાલે બપોર પછી ગમે ત્યારે આવવાનું કહેજો.”
પેલો માણસ ચાલ્યો ગયો. તેનાં પગલાં દૂર જતાં સંભળાયાં ત્યાં સુધી રાલ્ફ બારી પાસે જ ઊભો રહ્યો. પછી તેણે બારી બંધ કરી. તે જ ઘડીએ એકનો ટકોરો પડયો.