SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ કૅની ને નિકોલસ ૭૯ ? * મટિલ્ડા હસતાં હસતાં બોલી, “એમ માત્ર લૂખા લૂખા શબ્દો બોલ્ય મારી બહેનપણીના નાજુક હદયમાં કરેલા ઘા નહિ રુઝે! તમે તો શહેરી છો! પ્રેમિકાને શી રીતે રીઝવાય એ મારે ગામડાની ગોરીએ તમને શીખવવું પડશે કે શું? ચાલો, તેને—” | નિકોલસ એકદમ પાછો હટી ગયો. તે બોલ્યો – “હું બહુ દિલગીર છું, પણ તે તો તમો બે જણ વચ્ચે ઝઘડાનું કારણ હું અજાણતાં બન્યો તે માટે મારા કહેવાનો જુદો અર્થ, મહેરબાની કરીને, ન લેતાં.” “પણ, તમારે આટલું જ કહેવાનું છે, એ હું માની શકતી નથી,” મટિલ્ડા એકદમ બોલી ઊઠી. તમે પૂછો છો એટલે મારે કંઈક વિશેષ કહેવું જોઈએ ખરું. જોકે, એ વાત મોંએ લાવવી એ પણ મૂંઝવણમાં નાખે તેવી છે. પરંતુ જો આ તમારાં સખી એમ માનતાં હોય કે, હું તેમના પ્રત્યે કોઈ પ્રકારની સુંવાળી લાગણી ધરાવું છું -” હાય, આ તે કેવી મીઠી મૂંઝવણ! છેવટે ભાઈ સાહેબને એ મૂળ મુદ્દા ઉપર આવવું જ પડયું ને! મીઠડી, મારા વતી તું જ આગળ ચલાવ. મને તો શરમથી ભોંયમાં પેસી જવાનું થાય છે.” ફેનીએ મટિલ્ડાને ખભે માથું મૂકીને કહ્યું. “મારી સખી માને છે જ વળી! એમાં પૂછો છો શું? અને શહેરી થઈને એટલું સમજતાં આટલી વાર લગાડી તે ધન્ય છે તમને અને તમારી સમજદારીને!” મટિલા બોલી. “હે ! માને છે!” નિકોલસ નવાઈ પામી બોલી ઊઠ્યો. પરંતુ તેના મોં ઉપર છવાઈ રહેલો એ નવાઈનો ભાવ બંને સખીઓ આનંદનો ભાવ જ સમજી. ચોક્સ માને છે,” મટિલ્ડાએ ભારપૂર્વક કહ્યું.
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy