________________
મધુર અકસ્માત
૨૦૧ : “ભાઈ, હું “ઘર” કહું છું એટલે મારા – આપણા – ઘરની જ વાત કરું છું; બીજા કોઈ ઘરની કે બીજા કોઈના ઘરની નહિ. મને તારી પેઠે ચાહનારાં બધાં જ એ ઘરમાં હશે. પણ તુંય તે બધાને બરાબર ચાહવા લાગજે તથા મારી પેઠે જ તે બધાંને તારાં બનાવી લેજે. અને જો, મારી વહાલી બહેન પણ ત્યાં હશે. તે બહુ આનંદી પ્રકૃતિની છે. આપણું ખિન્ન અને ઉદાસ માં તેની સામે ધરીને તેનો આનંદ ઓછો કરી નાંખીએ, એવું ન બનવા દેવું જોઈએ. તને કે મને સહેજે દુ:ખી કે ખિન્ન જોશે, તો તેની મૂંઝવણનો પાર નહીં રહે. માટે આપણે તેને વધુ આનંદી બનાવવી હોય, તો જાતે આનંદી દેખાવા પ્રયત્ન કરવો, સમજ્યો?”
આમ બધું બરાબર ગોઠવાયું અને થાળે પડ્યું, એટલે નિકોલસને તેના નિર્વાહનો સવાલ મૂંઝવવા લાગ્યો. પાછું મલ્સની નાટક મંડળીમાં જોડાવા જવું, એ તો હવે વિચારી જ શકાય તેમ નહોતું. તેને પોતાને પણ નટ થવું ગમતું નહોતું. ઉપરાંત, શહેરે શહેર કેટ જેવી જુવાન બહેનને લઈને મંડળીમાં ફરવું, એ પણ કેટને ઉચિત સંપર્કોમાંથી કાઢી લઈ, વિચિત્ર વાતાવરણમાં નાંખવા જેવું થાય.
એટલે તેને પાછી નોકરી અપાવનારી પેલી “જનરલ એજન્સી ઑફિસ’ યાદ આવી. અને તે જલદી એ તરફ કોઈ નોકરીની ભાળ મેળવવા ઊપડ્યો.
એ ઑફિસ એવી ને એવી જ હતી. એના એ જ મોટાં મોટાં પાટિયાં અંદર બહાર ટીંગાવેલાં હતાં; અને દેશની વધી રહેલી સમૃદ્ધિના પુરાવારૂપ કહી શકાય તેવી બાબત તો એ હતી કે, આવી ‘સુંદર’ તકો ત્યાં જાહેરમાં ખુલ્લી મૂકવામાં આવી હોવા છતાં, કોઈ જાણે તેમનો લાભ લેવા દોડી આવતું ન હતું!
. નિકોલસ જે ઘડીએ ત્યાં પોતાને માફક આવે એવી નોકરીનું પાટિયું શોધતો હતો, તે વખતે જ તેણે એક પ્રસન્ન મુખમુદ્રાવાળા