________________
સૌ સારું જેનું છેવટ સારું ૩૬૩ “શું કરું? મારાથી રડી જ પડાય છે,” મિસ લા કીવીએ જવાબ
આપ્યો.
નહિ, નહિ, હું વિનંતી કરું છું.” “પરંતુ મને એટલો બધો આનંદ થયો છે કે, મારું હૃદય ભરાઈ આવ્યું છે.”
પણ હૃદય આનંદથી ભરાઈ આવ્યું હોય તો હસો! જરૂર હસો, નહિ તો મને રડવું આવશે!”
“વાહ, તમને શા માટે રડવું આવે, ભલા?” મિસ લા કીવી એટલું બોલતાંમાં જ હસી પડી.
“કારણ કે, મારું હૃદય પણ આનંદથી ભરાઈ આવ્યું છે–જેમ તમારું હૃદય પણ આનંદથી ભરાઈ આવ્યું છે. આપણા જેવા માણસો, જેમણે આખી જિંદગી એકલાં જ ગાળી છે, તેઓને જુવાનિયાં ઘણું ટળ્યા પછી એકઠાં થાય, તે જોઈને આનંદ જ થાય.”
“ખરી વાત; એવું જ છે.”
“જોકે, એ બધા પોતપોતાના પ્રેમપાત્રને લઈ ચાલ્યાં જાય એટલે આપણાં જેવાને થોડું એકલાપણું – એકલાં પડતાં મુકાયાં, એવું લાગે ખરું.”
ખરે જ? એવું લાગે?” “હા લાગે જ; એ તો હું અત્યારે તમારી સાથે છું, અને તમે મારી સાથે છો, એટલે ન લાગે, એમ બને. પણ અહીંથી પછી એકલા પોતપોતાના રહેઠાણે જઈશું ત્યારે? એટલે મારી સૂચના છે કે, આપણે રહેઠાણે જવા જુદાં જ ન પડીએ તો કેમ?”
“એટલે?”
એટલે કે, આપણે આપણાં જુદાં રહેઠાણોને જ ભેગાં કરી દઈએ તો?”
“વાહ, મિ0 ટિમ લિંકિનવૉટર, તમે ખરા તુક્કાઓ લડાવો છો! આપણી તે એમ કરવાની ઉમર કહેવાય ખરી ?”