________________
લિલીવી, મિ. પાણી ઉઘરાવનાર અમલદાર. કૅન્વિઝ કુટુંબ ઉપર
પિતાના વારસાને કારણે પ્રભાવ દાખવે છે. છેવટે મિસ પેટકરને પરણુને
દુઃખી થાય છે. લેવિલઃ ક્રમલ્સની કંપનીને નટ. નિકોલસ જોડે લડી પડે છે. વિટિફલ, મિસિસઃ કેટ જેને ત્યાં નોકરીએ રહે છે, તે તવંગર અને
અતિ કલારસિક દેખાવાનો પ્રયત્ન કરતી બાઈ. વેર્ફોર્ડ રિકવયર્સઃ સ્કિવયર્સને નાને જાડિયે તોફાની છોકરે. રિસોફટ, લેઉં ફેંડરિકઃ એક નાદાન જુવાન. સર મલબેરી હોક જેવા
ખુશામતિયાના હાથમાં પાયમાલ થાય છે. છેવટે તેને હાથે કંકયુદ્ધમાં
માર્યો જાય છે. કેટના ઉપર લટ્ટ બન્યો હોય છે. વોટર બેઃ મેડલીનને લોભી, ઉડાઉ, દેવાળિયે બાપ. ગ્રાઈડને પિતાની
દીકરી વેચવાનું નક્કી કરે છે. પણ છેવટની ઘડીએ મૃત્યુ પામતાં
યોજના નિષ્ફળ જાય છે. સ્કિવયર્સ, મિસિસઃ સ્કિવયર્સ માસ્તરની પત્ની બહુ કડકપણે છોક
રાઓ ઉપર શાસન ચલાવે છે. કિવયર્સ, વેકફેર્ડઃ ર્કશાયરને સ્કૂલમાસ્તર, કંસ, ક્રુર માણસ છે.
છોકરાઓને સતાવવા અને શોષવા એ તેને ધંધે છે. રાલ્ફને મળતિયો છે. નિકેલસ સાથે તેને ઝઘડો થાય છે. છેવટે જેલભેગે થાય છે. સ્નફિમ, સર હુમલીઃ ફેમિલી-દાક્તર, તવંગરોના. નેવેલેસી, મિસઃ કમલ્સની નાટક કંપનીની ટી. મિસ પેટકરની
ઓળખીતી. સ્તોલીઃ એક લોભી માણસ; છોકરાંવાળી વિધવાને તેની મિલક્ત માટે
પરણીને, તેનાં જૂનાં છોકરાંને વિયર્સને સેંપી દે છે. રાલ્ફના કાવતરામાં ભળી સ્માઈકના બાપ તરીકે રજૂ થાય છે. માઈકઃ કિવયર્સ માસ્તરને ત્યાં સેંપાયેલ અનાથ છોકરે. તેને બહુ ત્રાસ અપાય છે, તેથી નિકોલસ તેના પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. ખરી
રીતે તે નાનપણમાં બ્રેકરે છુપાવેલ રાલ્ફને પુત્ર હોય છે. હોક, સર મલબેરીઃ જુવાન અમીર-ઉમરાવની ખુશામતથી તથા તેમને
સાવીને જીવનાર માણસ. કેટને ફસાવવા મથે છે.