________________
૩૪
નિકોલસ, નિકબીજા ઉપર પોતાની ખરીઓ પછાડવા લાગ્યા. તેટલામાં નિકોલસને લાગ્યું કે, કોઈ બહારથી પોતાનો પગ ખેંચે છે. તેણે જોયું તો ન્યૂમેન નૉઝ ત્યાં ઊભો હતો. તેણે નિકોલસના હાથમાં ચૂંથા જેવો એક કાગળ સરકાવી દીધો અને નિકોલસ તેને કંઈક પૂછવા જતો હતો, તેને તેણે રાલ્ફની પીઠ પાછળ જોતાં જોતાં ધીમેથી કહ્યું, “ચૂપ; પછી નિરાંતે એ વાંચજો; કોઈ જાણે નહિ. બસ.”
| નિકોલસ કાગળ ખીસામાં સરકાવી દઈ કંઈ વધુ પૂછવા જાય, તે પહેલાં તો ન્યૂમેન નૉઝ ચાલ્યો ગયો હતો. કોચ પણ હવે ઊપડ્યો.
આબોહવા થઈ શકે તેટલી ખરાબ થઈ હતી. બરફ સાથેનો પવન સુસવાટા કરતો હતો. મિ૦ વીયર્સ દરેક મજલે ‘પગ છૂટા કરવા’ નીચે ઊતરતા અને નિકોલસને છોકરાઓની સંભાળ રાખવા કોચમાં જ બેસાડી રાખતા. જ્યારે જ્યારે ‘પગ છૂટા’ કરી આવી મિત્ર
વીયર્સ પાછા કોચમાં આવતા, ત્યારે તેમના નાકના ટોચલાનો લાલ લાલ રંગ જોતાં તથા અંદર બેસી તે તરત જે રીતે ઝોકે ચડી જતા તે જોતાં, ગરમી માટે કંઈક પીણું પણ પીને જ તે આવતા, એમ ચોક્કસ લાગતું.
પણ સત્યાનાશ! એક મજલે ઘોડા બદલી, કોચ થોડો આગળ વધ્યો હશે, તેવામાં અંધારી રાતે એક જગાએ બરફના ઢગલાઓમાં રસ્તાનો અંદાજ ઘોડાઓને કે કોચમેનને રહ્યો નહિ, અને કોચ રસ્તાની કિનારી ઉપરથી વધુ બહાર નીકળી જતાં એ બાજુનાં બે પૈડાં ખૂબ નમી ગયાં અને આખો કોચ બાજુએ ઢળી પડ્યો! નિકોલસ ઊછળીને જરા દૂર ફંગોળાયો, પણ બરફના ઢગલામાં પડતાં તેને ખાસ વાગ્યું નહિ.
બિચારો કોચમેન વધારે ફંગોળાયો હતો; પણ ઘોડાઓના તાણિયા ખેંચાઈ તેમની સ્થિતિ વધુ વિચિત્ર થઈ ગઈ હતી, અને તે ખૂબ ધમપછાડા કરતા હતા. કોચમેને નિકોલસ સામું જોઈને બૂમ પાડી,