________________
નિકોલસ નોકરીએ જાય છે “મોટાભાઈ, આ જંગલી જેવો માણસ કોણ છે?” કેટે કોચ પર ચડવા જતા ભાઈના હાથે વળગતાં ભોળપણમાં પૂછયું.
હા, હા, મારી વહાલુડી, તારે મિત્ર વીયર્સ સાથે ઓળખાણ કરવી છે, કેમ?” રાફ ભાઈ-બહેનની વાત સાંભળીને મરડમાં બોલી ઊઠયો; “લો મિ૦ સ્કવીયર્સ, આ અમારી ભત્રીજી, યાને નિકોલસની રૂપાળી બહેન મિસ કેટ!”
“તમારી ઓળખાણથી બહુ આનંદ થયો, મિસ,” વીયર્સ પોતાનો ટોપો માથા ઉપર એકાદ ઈંચ ઊંચો કરીને બોલ્યો; મિસિસ સ્કવીયર્સ જો શિક્ષક તરીકે છોકરીઓને રાખતાં હોત, તો સારું થાત, તો તમે પણ અમારે ત્યાં આવી શકત. જોકે, મિસિસ
વીયર્સ તમારી અદેખાઈ કરતાં થઈ જાત કે નહિ, એ હું નથી જાણતો! હા! હા! હા!” | નિકોલસને એ હસતા આચાર્યનું પહોળું થયેલું જડબું તોડી નાખવાનું બહુ મન થઈ આવ્યું; પણ કેટ તેના મનનો ભાવ પામી ગઈ અને તેને બાજુએ ખેંચી ગઈ, અને બોલી, “ભાઈ, આ માણસને ત્યાં તમે કેવીક જગાએ નોકરી કરવા જાઓ છો! મારું હૃદય તો અત્યારથી ફડફડે છે.”
બહેન, મને પણ બધાં લક્ષણ સારાં નથી લાગતાં. પણ આપણા કાકાએ આપણે માટે સારી જગા જ શોધી કાઢી હશેને? અને યોર્કશાયર તરફના માણસો આવા ભખાબોલા કદાચ વધુ હશે.”
પછી મિ૦ સ્કવીયર્સના તકાદાથી નિકોલસ જલદી મા-બહેનથી છૂટો પડીને કોચ ઉપર ચડી ગયો.
સ્કવીયર્સને બાજએ લઈ જઈ રાફ તેના કાનમાં કંઈ ગુસપુસ કરવા લાગ્યો; મજૂરો માલ ચડાવી મુસાફરો સાથે છેલ્લી પેની કઢાવવા તકરારો કરવા લાગ્યા; કોચમેન અને ગાર્ડ બંને પોતાના કાગળો મેળવી જોવા લાગ્યા, છાપાંના ફેરિયા છાપાની નકલ વેચવા છેવટનો આગ્રહ કરવા લાગ્યા; અને ઘોડાઓ ઊપડવાની તૈયારીમાં જમીન નિ–૩