________________
૩૧૨
નિકોલસ નિકલ્બી
આ બાનુના નજીકમાં નજીકના મિત્રો અને શુભેચ્છકો છે. તેઓના નામે હું એને અહીંથી લઈ જાઉં છું. હટો, રસ્તો કરો !” “એક શબ્દ સાંભળ તો ખરો.
"2
“એક પણ શબ્દ હું સાંભળવા માગતો નથી. માત્ર તમને એટલું જ કહેતો જાઉં છું કે, સાવધાન ! તમારો સૂર્ય હવે આથમ્યો છે અને તમારી આસપાસ કાળી રાત્રિનો અંધકાર ઘેરાતો જાય છે.”
“મારો કડવામાં કડવો શાપ તારા ઉપર છે, છોકરા!”
તમારા જેવા પાપીના હુકમમાં કયા થાપો રહે છે, વારુ? તમારા જેવો માણસ શાપ કે વરદાન આપી શકે, એ વાતમાં શો માલ છે? પણ હું સામેથી તમને સંભળાવતો જાઉં છું કે, તમારું કમનસીબ અને તમારાં પાપો હવે ખુલ્લાં થવા લાગ્યાં છે, અને તમારા ગુનાહિત આખા જીવન દરમ્યાન તમે ખડી કરેલી ઇમારતો તૂટી પડવા લાગી છે. તમારી બધી વાતો ખોળી કાઢી ખુલ્લી કરનારા જાસૂસ કામે લાગી ગયા છે. આજે જ એકતડાકે તમારા દસ હજાર પાઉંડ ડૂબ્યા છે, તેની તમને હમણાં જ ખબર પડશે!”
66
ઘોડાગાડી આવતાં જ નિકોલસે તે બેને છેવટની ચેતવણી સંભળાવી દીધી, “ ખબરદાર; જો અમને રોકવા હાથ પણ લાંબો કરવા પ્રયત્ન કર્યો છે, તો ખેર નથી!”
ગ્રાઈડ બારણા પાસે ઊભો હતો. તે જાણી જોઈને કે ગભરાઈને ત્યાંથી જરાય ખસ્યો નહીં, એટલે નિકોલસે તેને એવા જોરથી ધક્કો માર્યો કે, તે ગોળ કુદરડી ફરતો અને ચકરાવા લેતો છેવટે ભીંતના એક ખૂણા સાથે અથડાઈને ગબડી પડયો. નિકોલસ હવે મેડલીનને ઊંચી સીધો ઘોડાગાડી પાસે પહોંચી ગયો. કોઈ તેને રોકવાની હિંમત કરી શકયું નહિ. કેટ અને બુઢ્ઢી નોકરડી ઘોડાગાડીમાં બેસી ગયાં હતાં. તેમના હાથમાં મેડલીનને સોંપી નિકોલસ ઝટ ડ્રાઇવર પાસે બેસી ગયો. ઘોડાગાડી તરત ત્યાંથી ઊપડી.